રાજકોટ મહાનરપાલિકાના બાંધકામ શાખામાં વોર્ડ નં.૪ના ડેપ્યુટી ઈજનેરને ફડાકા ઝીંકી દેનાર બિલ્ડર અને શોપ ઈન્સ્પેકટરના ભાઈની ભાજપ અગ્રણીની શોધખોળ પોલીસે હાથ ધરી છે. બનાવ અંગેની પ્રા વિગતો મુજબ પોપટપરાના નાલા પાસે લાલબહાદુર શાક્રી શેરી નં.૧૧માં નવા બંધાતા મહાનગરપાલિકા દ્રારા રેન બસેરાના વિવાદમાં ગઈકાલે સાંજે વિસ્તારના આગેવાનો તથા બિલ્ડર સહિતના લોકોનું ટોળુ ધસી આવતા રેન બસેરાનું બાંધકામ બધં કરાવ્યા બાદ બાંધકામ કરવા આવેલા મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના બાંધકામ શાખામાં વોર્ડ નં.૪ના ડેપ્યુટી ઈજનેર હિતેન્દ્રભાઈ નગીનદાસ શેઠ ઉ.વ.૪૫ (રહે. સત્ય સાંઈ હોસ્પિટલ રોડ) સ્થળ પર ગયા હતા ત્યારે બિલ્ડર સેતુભાઈ લાખાણી અને મનપાના શોપ ઈન્સ્પેકટર દિલીપ ચતવાણીના ભાઈ અને વિસ્તારના આગેવાનો જયેાભાઈ ચતવાણી સહિતના બન્ને શખસોએ ડેપ્યુટી ઈજનેર હિતેન્દ્રભાઈ સાથે બોલાચાલી કરી રેન બસેરાનું બાંધકામ બધં કરાવી ઈજનેરને ફડાકા ઝીંકી દેતા પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા એએસઆઈ ડાયાભાઈએ હિતેન્દ્રભાઈની ફરિયાદ નોંધી બિલ્ડર સેતુભાઈ અને જયેાભાઈ સામે ગુનો દાખલ કરી ફરજમાં રૂકાવટ તથા મારામારી સહિતનો ગુનો નોંધી વધુ તપાસ અર્થે ફરિયાદને જંકશન ચોકીએ ટ્રાન્સફર કરતા હેડ કોન્સ્ટેબલ ધીરૂભાઈએ તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
રાજકોટમાં સતત બીજા દિવસે કુદરતી કર્ફયુ: હાડ થીજાવતી ઠંડી
તેલીયા રાજાઓ બેફામ બન્યા: સરકારી તંત્રના અંકુશનો ઉલાળ્યો
વસતી ગણતરીની કામગીરીમાં નહીં જોડાનાર શિક્ષકોનું આવી બનશે ! ૧૧ને નોટિસ ફટકારતી મહાપાલિકા
પ્રધુમન પાર્ક ઝૂમાં 'ઓન' વિના કામ થતાં જ નથી ! પાંજરા માટે લાખો રૂપિયાની 'ઓન'
રાજકોટના ૪૪ રાજમાર્ગેા પર મફતના ભાવે કિયોસ્કનો કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત
યુનિવર્સિટી રોડ, ૧૫૦ ફૂટ રિંગરોડ, રૈયા રોડ પર બાકીદારોના નળ કનેકશન કપાત
ચંદ્રેશનગરમાં નિર્માણ પામેલ ઈ.એસ.આર. જી.એસ.આર. પમ્પિંગ સ્ટેશનનું કાલે લોકાર્પણ
૧.૭૫ કરોડની લૂંટના મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર ચાર શખસો પોલીસ સકંજામાં
HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster © DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.