આજકાલ પ્રતિનિધિ
રાજકોટ
મૂળ ગાંધીધામના એક વેપારી મુંબઇથી રાજકોટ પ્લેનમાં આવ્યા બાદ તેમનું રૂા.૮૦,૦૦૦ ની રોકડ ભરેલું પાર્સલ ગુમ થતાં આ અંગે એરપોર્ટ ઓથોરીટીને જાણ કરવામાં આવતા એરપોર્ટનો સ્ટાફ ધંધે લાગ્યો છે અને આ અંગે પોલીસને પણ જાણ કરવા વેપારીએ તજવીજ કરી છે.
મળતી વિગતો મુજબ મુળ ગાંધીધામના એક વેપારી મુંબઇ ગયા બાદ મુંબઇથી સીધી ગાંધીધામની ફલાઇટ નહી મળતાં તેઓ મુંબઇથી જેટએરવેઝમાં રાજકોટ આવ્ા હતાં. ગાંધીધામના વેપારી પાસે રૂા.૮૦,૦૦૦ રોકડ ભરેલું પાર્સલ રાજકોટ આવ્યા બાદ ગુમ થઇ જતાં વેપારીના ઘાંઘા થઇ ગયા હતા અને આ અંગે તેમણે એરપોર્ટ ઓથોરીટીને જાણ કરી હતી. એરપોર્ટ ઓથોરીટી દ્રારા પાર્સલ ગુમ થવા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.