Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
    ગુજરાત
    રાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીય
    M¡g-S>Ns
    રાજકોટ આવૃતિ
 
  રાજકોટ શહેર
  રાજકોટ જીલ્લો
  સુરેન્દ્રનગર
  જુનાગઢ
  અમરેલી
    અમદાવાદ આવૃતિ
    જામનગર આવૃતિ
    ભાવનગર આવૃતિ
    પોરબંદર આવૃતિ
    ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
 
Rajkot Edition All News ૨૪/૦૧/૨૦૧૨ (મંગળવાર)
 

કાલથી રેસકોર્ષમાં જાજરમાન 'ઓટો એકસલરેટર–૨૦૧૨'નો પ્રારંભ

     
 

 

Top of page

રાજકોટ શહેરના હાર્દસમા રેકકોર્સ મેદાનમાં આગામી તા.૧૮ મે થી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર્ર–કચ્છના પ્રથમ સૌથી મોટો એવા 'ઓટો એકસલરેટર–૨૦૧૨' નું રાજકોટના 'આજકાલ' સાંધ્ય દૈનિક દ્રારા આયોજન કરાયું છે. આ ઓટો એકસલરેટરમાં દેશ–વિદેશની ખ્યાતનામ કંપનીઓની એન્ટીક કાર તેમજ વિશ્ર્વના આજના છેલ્લામાં છેલ્લા મોડલ ઉપરાંત હાર્લી ડેવીડસન જેવી નામાંકીત કંપનીના ટુ વ્હીલર સાથે બજાજ, ટીવીએસ, યામાહા, જેવી ટુ વ્હીલર કંપનીના વાહનો પ્રદર્શીત કરવામાં આવશે. આ ઓટો શોની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. તા.૧૮, ૧૯ અને ૨૦ એમ ત્રણ દિવસ સુધી ચાલનારા આ ઓટો એકસલરેટર દરમ્યાન મુલાકાતીઓના મનોરંજન માટે ફેશન–શો સહિતના ખાસ કાર્યક્રમોનું પણ આયોજન 'આજકાલ'ના મેનેજીગં ડાયરેકટર ચંદ્રેશભાઈ જેઠાણીએ કર્યુ છે અને કાર્યક્રમને સફળ બનાવવા પોતાની સીધી દેખરેખ હેઠળ સમગ્ર ટીમને માર્ગદર્શન આપી રહ્યા છે.
આ ઓટો એકસલરેટરની સૌથી મોટી વિશેષતા લીમોઝીન, જગુઆર, કેડીલેક, મર્સીડીસ જેવી વિદેશી કાર ઉપરાંત વિન્ટેજ કાર બની રહેશે. તેમજ આ ઓટો એકસલેટરના ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, એલસીવી, એચસીવી (ટ્રક), વગેરે જેવી ઓટો મોબાઈલ ક્ષેત્રની લગભગ બધી જ કંપનીઓ પોતાની પ્રોડકટ શો–કેસ કરશે. આ ઓટો એકસલરેટરની મુલાકાત લેનારા લોકો માટે એક લકકી ડ્રો પણ યોજાશે અને આ લકકી ડ્રોના વિજેતાને સૌરાષ્ટ્ર્રમાં પ્રથમ વખત આવી રહેલી લીમોઝીન કારની સવારી કરવાની તક મળશે.
ત્રણ દિવસ સુધી ચાલનારા આ ઓટો એકસલરેટર–૨૦૧૨માં ત્રણેય દિવસ દરમિયાન વિવિધ મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુલાકાતીઓ માટે ફત્પડઝોન પણ અલગ બનાવવામાં આવ્યો છે. આ ઓટો શો અંતર્ગત ખાસ આમંત્રિતો માટે એક ફેશન–શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ફેશન શોમાં ફેમીના મીસ ઈન્ડિયા ૨૦૦૮ની ફાઈનાલિસ્ટ સહિતની મુંબઈના ફેશન જગતની ટોચની મોડલ રેમ્પવોક કરશે. જે મોડલો રાજકોટમાં 'આજકાલ'ના સંગાથે રેમ્પ પર પોતાના રૂપ અને ફેશનનો જલવો બિખેરવા માટે આવી રહી છે તેમાં સુઝાતાદાસ, મોસમી ભદ્રા, રશ્મી જહા, મેઘા દાણી, કવિતા અરાસ, નાઝનીન ખાન, નમ્રતા, પુજા વૈદય વગેરેનો સમાવેશ થાય છે. આ સમગ્ર ફેશન–શો અમદાવાદની પેઈઝ–૩ ઈવેન્ટ કંપનીના સંચાલક કેયુર દેસાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યો છે. કેયુર દેસાઈને તાજેતરમાં જ ગુજરાત ટુરીઝમ તરફથી ખાસ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ખાસ આમંત્રિતો માટે યોજાનારા આ ફેશન–શોને લઈને પણ ભારે ઉત્કંઠા જાગી છે.
આ ઓટો એકસલરેટર ૨૦૧૨ને સમગ્ર સૌરાષ્ટ્ર્ર–કચ્છમાંથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને આ ઓટો એકસલરેટરની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો થનગની રહ્યા છે. આ અંગેની વધુ વિગતો માટે જનરલ મેનેજર અતુલભાઈ જોશીનો મો.ન.ં ૯૯૨૫૧ ૨૮૮૪૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે


 

 

fpS>L$p¡V il¡f$_p AÞe kdpQpfp¡
 

 

fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.