તામસી અને ઝનુની સ્વાભાવના પિતા સામે અંતે ખૂનનો ગુનો નોંધાયો
રાજકોટ જિલ્લાના જસદણ તાબેના બાખલવડ ગામે આવેલ આલણસાગર ડેમમાં ફલ જેવા બે માસૂમ બાળકોને ફેંકી દઇ હત્યા કરવાના ચકચારી પ્રકરણમાં અંતે પોલીસે તામસી અને ઝનુની સ્વભાવના પિતા સામે ખૂનનો ગુનો નોંધી લાપત્તા હજુ એક બાળકની લાશ શોધવા તપાસ ચાલુ રાખી છે. બીજી બાજુ તામસી સ્વભાવના કોળી યુવાનની પોલીસે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ ચકચારી બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ, જસદણના પોલારપર રોડ ઉપર રહેતાં બેકાર તેમજ ઝનુની અને તામસી સ્વભાવના પ્રભાત ઉર્ફે કનુ ઘોઘાભાઇ સરવૈયા નામનો યુવાન ગત તા.૨–૨ને ગુરૂવારના રોજ પોતાના બે માસૂમ પુત્રો પ્રકાશ (ઉ.વ.૧૨) અને આકાશ (ઉ.વ.૯)ને પોતાની સાથે જસદણના બાખલવડ ગામે આવેલ આલણસાગર ડેમ પર લઇ ગયો હતો યાં બન્ને પુત્રોને તામસી સ્વભાવના પ્રભાતે ડેમમાં ફેંકી દીધા હતાં અને જાણે કશું જ બન્યું ન હોય તે રીતે ઘટનાસ્થળેથી નીકળી ગયો હતો.
આ બનાવની પોલીસને જાણ થતાં જસદણના પીઆઇ એન.કે.વ્યાસ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ આલણસાગર ડેમમાંથી ૭ વર્ષના માસૂમ બાળક પ્રકાશના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો યારે લાપત્તા ૧૦ વર્ષના માસૂમ બાળક આકાશનો મૃતદેહ શોધવા માટે સતત એક સાહથી તરવૈયાઓની બે ટુકડી આલણસાગર ડેમ ફેંદી રહી છે.
બીજી બાજુ આ ઘટના સંદર્ભે મુળ ભાડલાના અને હાલ જસદણ નવા માર્કેટ યાર્ડ પાસે રહેતાં લવજીભાઇ ઘોઘાભાઇ સરવૈયાની ફરિયાદ પરથી જસદણ પોલીસે તામસી અને ઝનુની સ્વભાવના પ્રભાત ઉર્ફે કનુ ઘોઘાભાઇ સરવૈયા સામે બન્ને પુત્રોની હત્યા કરવા અંગેનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે