જેતપુરના બીખલા દરવાજામાં આવેલ વર્ષેા જુની ગુજરાત કિરાણા ભંડારની અનાજ કિરાણાની હોલસેલ તથા રીટેઈલ મોટી પેઢી દુકાન આવેલી છે જેમાં ગઈકાલે રાત્રે અજાણ્યા શખ્સોએ પાછળની વંડી ઠેકીને વખારનું બારણુ તોડીને ગોડાઉનમાંથી તેલના ૫૪ ડબ્બાની ચોરી કરી ગયા જેમાં સિંગતેલના ડબ્બા ૪૨ કિંમત ૭૫૬૦, મકાઈના ડબ્બા ૬ કિંમત ૬૬૦૦ અને ફલાવરના ડબ્બા ૪ કિંમત ૬૦૦૦ કુલ ૭૦૦૦૦ની આસપાસનો જથ્થો લઈ ગયા છે. તેમજ પેઢીની બહાર તેમના કાયમી મજૂરીની રેકડી નગં ૨માં તેઓ પ્રથમ તેલના ડબ્બા ભરીને લઈ ખોડપરાના દરજીની વાડી સુધી હંકારી ગયા અને ત્યાં રિક્ષામાં માલભરીને જતા રહ્યા હોવાનું અનુમાન લગાડાઈ રહ્યો છે. દુકાન માલીક મનીષભાઈ કરેડ તથા બાબુભાઈ કરેડે જણાવ્યા પ્રમાણે આ પેઢીમાં અગાઉ પણ બેથી ત્રણ વખત ચોરી થઈ છે તેજ થિયરી ઉપર આ ત્રીજી ચોરી થઈ છે. જેથી જાણભેદુ એજ ચોરી કરી છે અથવા તો ગ્રામ્ય વિસ્તારના લોકો માલ જોવા માટે ગોડાઉનમાં જતા હોય છે તેમાંથી પણ કોઈનું પરાક્રમ હોવાની શંકા વ્યકત કરી હતી. બનાવની જાણ થતાં પીઆઈ લીંબાસીયા તથા તેમનો સ્ટાફ ડોગ સ્કવોડની ટીમ સાથે આવી ગયા છે. અને ચોરી કરનાર ચોરી ફકત તેલનીજ ચોરી કરી છે. પેઢીના રૂપીયા રાખવાના ખાના લોકમાર્યા વગરના હતા જેમાં છૂટક રૂપીયા હોવા છતાં તેમને હાથ પણ નથી લગાડયો જે નવાઈ પામવાની વાત છે. અડધો કાજુનો ડબ્બો જેની કિંમત ૩૦૦૦ રૂપીયાના કાજીની પણ ચોરી કર્યાની જાણ થઈ છે. પોલીસે વધુ તપાસ કરે છે