મોરબી તાલુકાનાં લાલપર ગામે રહેતા અને બાંધકામનાં કોન્ટ્રાકટ રાખતા પટેલ યુવાને માનસિક બિમારીથી કંટાળીને પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો.
પ્રા વિગતો અનુસાર મોરબી–વાંકાનેર હાઈ વે પર આવેલ લાલપર ગામે રહેતા ભુપેન્દ્ર જેઠાભાઈ કડીવાર (પટેલ) (ઉ.વ.૩૫) વાળાએ માનસિક બિમારીથી કંટાળીને ઘરે પંખા સાથે લટકી જઈ આપઘાત કરી લીધો હતો. ભુપેન્દ્રભાઈના પત્ની કપડા ધોવા બહાર ગયેલા અને કપડા ધોઈને પરત ઘેર આવ્યા ત્યારે ઘરનો દરવાજો નહીં ખુલતા કઈં અમંગળ બન્યાની આશંકાએ તેઓએ પાડોશીઓને બોલાવતાં દરવાજો તોડીને જેતા ભુપેન્દ્રભાઈ કડીવાર પંખા સાથે લટકાતા હતાં. તેમને નીચે ઉતારીને સીવીલે ખસેડવામાં આવ્યાં હતાં. જયાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતાં. જાણવા મળ્યા મુજબ ત્રણ ભાઈઓમાં તેઓ સૌથી મોટા હતાં. લાલપર ગામે રહીને બાંધકામનાં કોન્ટ્રાકટરો રાખતા હતાં અને તેઓને સંતાનમા એક આઠેક વર્ષનો પુત્ર છે. મૃતકના વનાળીયા (શારદાનગર) ગામે રહેતા ઈશ્ર્વરભાઈ ગામની પુત્રી અલ્પાબેન સાથે દસેક વર્ષ અગાઉ લ થયા હતાં અને માનસિક બિમારીથી કંટાળી જઈને પટેલ યુવાને આવુ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળેલ છે.