જેતપુર નજીક ભીંડભંજન પાસે બે બાઈક સામસામી અથડાતા એક બાઈક સ્વારનું મોત નિપજયું હતું જયારે અન્ય બેને ઈજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી વિગતો મુજબ જેતપુર નજીક વડીયા રોડ પર ભીંડભંજન મંદિર પાસે બે બાઈક સામસામા અથડાયા હતા જે અકસ્માતમાં ધીભાઈ ઘુંસાભાઈ ચોવટીયા (ઉ.૩૫)નું મોત નિપજયું હતું જયારે અન્ય બાઈક સ્વાર હિતેશ વજુભાઈ માથકીયા (ઉ.૨૯) તથા રમણી કરશનભાઈ ભુવા (ઉ.૪૦)ને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે જેતપુર તાલુકાનાં એસએસઆઈ ગૌતમભાઈ તથા રાઈટર દીલીપભાઈએ જરૂરી કાર્યવાહી કરી હતી.