સૌરાષ્ટ્ર્રનાં રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલીર, ભાવનગર, સુરેન્દ્રનગરથી માંડી જસદણ, ગોંડલ, ધોરાજી, જેતપુર, મોરબી, ટંકારા, વાંકાનેર જેવા તાલુકા મથક સુધીના સૌરાષ્ટ્ર્રનાં ગામે ગામ ઈદ–એ–મિલાદની ઉજવણી થશે. જેમાં નાના બાળકોથી માંડી મોટેરા પણ અદન અને અકીદત સાથે જોડાઈ પયગંભર મોહંમદ સાહેબને યાદ તાજી કરશે.
વેરાવળ
વેરાવળમાં ઈદે મીલાદુન્નબી પ્રસંગે સુન્ની મુસ્લિમ જમાતની આગેવાની હેઠળ આવતીકાલે બપોરે આરબ ચોક ખાતેથી એક ઝુલુસ નીકળનાર છે.
પૈગમ્બરે ઈસ્લામના જન્મદિન ઈદે મીલાદુન્નબીની ઉજવણી પ્રસંગે શહેરનાં મુસ્લિમ વિસ્તારોમાં રોશની કરવામાં આવી છે. આવતી કાલે તા.૫ને રવિવારે બપોરે ત્રણ કલાકે આરબ ચોક ખાતેથી સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી હત્પસેન પુરી, સેક્રેટરી ગુલામ હત્પસેન બાપુ કાદરીની આગેવાની હેઠળ ઝુલુસ નીકળનાર છે. આ ઝુલુસ મુસ્લિમ વિસ્તારોમાં ફરી આરબ ચોક ખાતે પૂર્ણ થનાર છે.
વેરાવળમાં મીનારા મસ્જીદ, મુસ્તફા મસ્જીદ, નુરી મસ્જીદ, કબ્રસ્તાન મસ્જીદ, ઈરાકી મસ્જીદમાં રવિવારે સવારથી હત્પઝુરનાં બાલ મુબારકના દીદાર સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. આરબ ચોકમાં આવેલ મસ્જીદમાં વ્હેલી સવારે ૬–૦૯ મીનીટે સલોતો સલામ બાદ સુન્ની જમાત દ્રારા પાટણ દરવાજા પાસે આવેલી રંગીલા પીરની દર્ગાહમાં તેમજ જશ્ને ઈદે મીલાદુન્નબી યગં કમીટીનાં સભ્યો દ્રારા ઝુલુસ બાદ તુરક ચોરા પાસે આવેલ ટેઝરી કચેરી પાસે આમ ન્યુઝનું આયોજન કરવામાં આવ્યું છે.
ધારી
ધારીના સમસ્ત મુસ્લિમ સમાજ દ્રારા ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવશે. હઝરત મહોમદં પૈગંબર સાહેબની જન્મ જયંતિનાં પવિત્ર દિવસે ધારી મુસ્લિમ જમાતના પ્રમુખ હમિદભાઈ ભટ્ટીની રાહબરી હેઠળ વિશાળ ઝુલુશ કાઢવામાં આવશે જુની કચેરી રોડ, ઝુમ્મા મસ્જીદેથી નવી વસાહતની મદિના મસ્જીદ સુધી ઝુલુસ નીકળશે જેમાં ઉંટ, ઘોડા અને જાંબુરનાં પ્રખ્યાત સિદિ બાદશાહ ધમાલ નૃત્ય કરી રંગત જમાવશે. ઈદે મિલાદુન્નબીના આ પવિત્ર પર્વ પર હિન્દુ અને મુસ્લિમ બીરાદરો સાથે જોડાશે અને કોમી એખલાસ ભર્થુ વાતાવરણ સર્જસે ગાંધીબ્રીજ અને મુખ્ય બજારમાં સણગાર સજાવામાં આવ્યો છે.
ધોરાજી
ધોરાજી ખાતે મહમદ પેગંબર સાહેબની જન્મ જયંતિ નિમિતે બદ્રી મસ્જીદથી શહેરનાં મુખ્ય માર્ગેા પર વોરા સમાજનાં લોકો વિશાળ સંખ્યામાં બેન્ડપાર્ટી સાથે ફરી બહારપુરા ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું આ તકે વોરા સમાજનાં ધર્મગુ આદર જનાબ મુફુદલ ઉપસ્થિત રહેલ હતા. આવતીકાલે દાહત્પદી વોરા જમાતનું સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા એમ.એ.ઘોઘરી તથા મહમદ હત્પસેન લોખંડવાલા તથા જમાત કમીટી તથા સબાબ કમીટીએ જહેમત ઉઠાવી હતી.
વાંકાનેર
વાંકાનેરમાં દર વર્ષની જેમ મિલાદ પાર્ટી તથા પર્વને અંતર્ગત અન્ય સુશોભનો સાથે, ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાદી આગેવાનીમાં ઈદે–મિલાદનું ઝુલુસ નીકળશે. ઝુલુસ મીરૂમીંયા બાવા દરગાહથી શરૂ થઈ, જોરાવરપીર દરગાહ થઈ મેઈન બજાર, શાહબવા દરગાહથી દિનદારશા પીર દરગાહથી લમીપરા હત્પશેન ચોક ખાતે સંપન્ન થશે. ઠેર–ઠેર પતાકાઓ બેનરો તથા સીરીઝોની રોશની વકે શણગારાઈ રહ્યા છે. લમીપરાનાં યુવાનોએ હત્પશેની ચોકને આકર્ષક રીતે શણગારેલ હોવા ઉપરાંત છેલ્લા દસેક દિસથી વાએઝ અને ન્યાજનું આયોજન થયું છે. શહેરમાં આ પર્વ પૂર્વે પયંગમ્બરનાં જન્મ દિવસની ખુશીમાં વિવિધ આયોજનો કર્યા છે. ઈદે મિલાદનું ઝુલુસ રવિવારે બપોરે બે વાગ્યાથી પ્રસ્થાન પામશે.
જૂનાગઢ
જૂનાગઢના સમસ્ત મુસ્લિમ સમાજ દ્રારા આવતીકાલે ઈદે મિલાદનબી નિમિત્તે વિશાળ ઝુલુસનું આયોજન કરાયું છે.
જૂનાગઢ સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી આઈસી ખાનની યાદીમાં જણાવ્યા મુજબ જૂનાગઢ મુસ્લિમ સમાજ દ્રારા પરંપરાપગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદેમીલાદુનબીની ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે બપોરે ૨.૩૦ કલાકે હઝરત મીયા મહેમુદશા બુખારીવાલીએ સોરઠના મઝાર પર ચાદર ચઢાવી સલાતોસલામ અને દુઆ સાથે ઈદે મીલાદનું ઝુલુસ નીકળશે. જેમાં ગુલઝારબાપુનુરી ઉપસ્થિત રહેશે. હઝરતમીયા મહમદશા બુખારીના મઝારથી મસ્જીદેરગાહ સુધીના આ ઝુલુસમાં ઈસ્લામી સંસ્કૃતિને ઉજાગર કરતાં નારાઓ, મીલાદ પાર્ટી, યુવા કમીટી અને આગેવાનો જોડાશે. આ ઝુલુસમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાજી આઈસી ખાનની યાદીમાં જણાવાયું છે