વાંકાનેરમાં પાટા ક્રોસ કરવા જતાં ટ્રેન હડફેટે વાળદં યુવાનનું મોત
વાંકાનેરના મીલપ્લોટ નજીક રેલવેના પાટા ક્રોસ કરીને પસાર થવા જતા ધસમસતી ટ્રેન હડફેટે ચડી જતાં બે બહેનના એકના એક ભાઈ એવા વાણદં યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભયુ મોત થયું હતું.
બનાવની જાણ થતા રેલવે પોલીસના એએસઆઈ પંડયા, રાઈટર જયુભા ચુડાસમા અને ઈન્દ્રજીતસિંહ ઝાલા ઘટનાસ્થળે દોડી ગયા હતા. લાશનો કબજો સંભાળી પીએમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો. રેલવે પોલીસમાંથી મળતી વિગત મુજબ આજે સાંજે પાંચેક વાગ્યે સ્ટેશન રોડ ઉપરની મીલ પ્લોટમાં રહેતા વાણદં ઉમગં કિશોરભાઈ કલોલા ઉ.વ.૨૧ જે કોમ્પ્યુટર કલાસમાં અભ્યાસ કરી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તેથી પસાર થવા રેલવેના પાટા ઓળંગવા જતા રાજકોટ તરફથી આવતી ઓખા–ગૌહાટી એકસપ્રેસ ટ્રેનની હડફેટે ચડી જતા ઉમંગનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બનાવની જાણ થતા તેના પરિવારજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર રેલવે પોલીસે ધોરણસરના કાગળો કરી તપાસ હાથ ધરી છે.