મોરબીના પાનેલી ગામે બે પરિવારો વચ્ચે બઘડાટી: ત્રણને ઈજા
મોરબીના પાનેલી ગામે બે પરિવારો વચ્ચે અગાઉ થયેલી માથાકુટ બાબતે ફરી બઘડાટી બોલી હતી. જેમાં ત્રણ વ્યકિતને ઈજા પહોંચી હતી યારે બે મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે બન્ને પક્ષોની સામસામી ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના પાનેલી ગામે રહેતા લીલાબેન મોતીભાઈ રાઠોડ અને દેવીકાબેન ઘનાભાઈના પરિવારના સભ્યો વચ્ચે અગાઉ સર્જાયેલા મતભેદના, દુશ્મનાવટના કારણે તું તું મેં મેં થયા બાદ બઘડાટી બોલી ગઈ હતી. જેમાં લીલાબેન અને સામા પક્ષે દેવીકાબેન અને તેમની પુત્રી વૈશાલીને ઈજાઓ પહોંચી હતી. બન્ને માતા–પુત્રીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઈ હતી. આ બનાવ સંદર્ભે દેવીકાબેને પોતાની વાડીમાં આરોપીની ગાય ઘૂસી જતા બબાલ થયાનું જણાવ્યું હતંુ. મોતી દેવસી, લીલાબેન મોતીભાઈ તેમની બન્ને દીકરીઓ ટીના અને રેવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. લીલાબેનએ વળતી ફરિયાદ નોંધાવી કે અગાઉ જમીનનું ડીમોલીશન થયું હોવાથી આ બાબતે બંને પક્ષે ઘણા સમયથી ચાલતા વેરઝેરને કારણે માથાકૂટ સર્જાઈ હતી. જેમાં દેવીકાબેન ઘનાભાઈ, વૈશાલીબેન, લાભુબેન લાલભાઈ, વાલીબેન કાનાભાઈ લાકડી અને લોખંડના સળિયાથી હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતંુ. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે