Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
NyS>fps
$fpô²$ue
Ap„sffpô²$ue
M¡g-S>Ns
fpS>L$p¡V$ Aph©rs
 
fpS>L$p¡V$ il¡f
fpS>L$p¡V$ Æëgp¡
kyf¡ÞÖ_Nf
S|_pNY
Adf¡gu
fpS>L$p¡V$ AÞe
Adv$phpv$ Aph©rs
Åd_Nf Aph©rs
cph_Nf Aph©rs
`p¡fb„v$f Aph©rs
c|S-L$ÃR> Aph©rs
 
Archives
 
 
Rajkot Edition All News ૧૩/૦૧/૨૦૧૨ (શુક્રવાર)
 
કાલે આકાશમાં ખેલાશે પતંગોનું યુધ્ધ: બેદિવસની મજા
 
 
 

આજકાલ પ્રતિનિધિ
રાજકોટ
આવતીકાલે રાજકોટમાં મકરસંક્રાંતિનું પર્વ ઉજવવામાં આવશે. પતગં રસિયાઓ દ્રારા આવતીકાલના પતગં રસિયાઓ દ્રારા આવતીકાલના પર્વને અનુલક્ષી પતગં દોરા સહિતની ચીજવસ્તુઓની પુષ્કળ પ્રમાણમાં ખરીદી કરવામાં આવી રહી છે. મકરસંક્રાંતિ દાન પૂણ્ય માટેનો પણ મહત્વનો દિવસ ગણવામાં આવે છે.
જોકે, આવતીકાલે રાત્રે ૧૧–પ૬ મિનિટે સુર્યનો મકરરાશીમાં પ્રવેશ થઇ રહયો હોય, દાન પૂણ્ય માટે રવિવાર તા.૧પમીને શ્રે ગણવામાં આવ્યો છે. ગત વર્ષે પણ મકર સંક્રાંતિનો તા.૧૪મીએ શુક્રવારે સાંજથી પ્રારભં થયો હતો અને શનિવાર તા.૧પમી એ મકર સંક્રાંતિનું દાન પૂણ્ય કરાયુ હતું. એવી જ રીતે આવતીકાલે મધરાતથી મકર સંક્રાંતી છે.
આ વર્ષે શનિવારે પતંગોત્સવ સાથે રવિવારની રજાનો મેળ આવી જતા પતગં શોખીનોને મોજ પડી ગઇ છે. શનિ–રવિ બે દિવસ પતગં રસિયાઓ મકરસંક્રાંતિની ઉજવણી કરશે. રાજકોટ સહિત અનેક ગામોમાં પશુઓ માટે ઘાસચારા સહિતના દાન ધર્માદા માટે પુષ્કળ પ્રમાણમાં મંડપો નાખવામાં આવ્યા છે.
મકરસંક્રાંતિ પર્વએ આવતીકાલે ઉંધીયા અને ખીચડાની મોજ પણ, લોકો માણશે સાથોસાથ તલ–દાળીયાની ચીકી, લાડુ, સાની, બોર, ખજુર અને જીંજરાની જયાફત માણશે. આવતીકાલે પવનદેવ સાથ દેશે તો પતંગોની રંગત જામશે. આકાશી ઉત્સવ સમા મકરસંક્રાંતિ પર્વએ નિર્દેાષ પંખીઓને ઇજા ન થાય તેની તકેદારી રાખવા જીવદયા પ્રેમીઓ દ્રારા અપીલ કરવામાં આવી છે. રાજકોટમાં એનીમલ કેર સહિતની સંસ્થાઓ દ્રારા ઇજાગ્રસ્ત પંખીઓને સારવાર આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
મકરસંક્રાંતિ પર્વએ અકસ્માતોના બનાવ ન બને તે માટે સંભવત: આવતીકાલે વીજ કંપની દ્રારા વીજ પુરવઠો બધં રખાશે. અથવાતો કટકે કટકે અપાશે. પતંગોત્સવ સાથે સંગીત રસિયાઓ જો વીજકંપની સાથ આપશે તો સંગીતની પણ ધૂમ મચાવશે.
મહાજન પાંજરારોળને મકરસંક્રાંત નિમિત્તે મદદ કરી વિશેષ પૂણ્ય કમાવો
રાજકોટ મહાજન પાંજરાપોળ એક સૈકા કરતા વધુ સમય થયા જીવદયાનું વિશાળ કાર્ય કરી રહેલ છે. સંસ્થામાં હાલ ૩૦૦૦ ઉપરાંત વૃધ્ધ, અશકત, બિમાર, નિરાધાર, ગાય, વાછરડા, બળદ, ભેંસ, પાડા, ઘેટાં–બકરાં આદી અબોલ પશુઓ તેમજ પક્ષીઓ આશ્રય હેઠળ જે જેનો દૈનિક નિભાવ ખર્ચે આશરે રૂા.૧૦૦૦૦૦ આવી રહેલ છે.
પાંજરાપોળનો મુખ્ય ઉદેશ અબોલ પશુઓ કતલખાનાઓમાં ન ધકેલાય તે માટે અશકત, બિમાર, પાકટ, લંગડા, આંધળા પશુઓને આશરો આપી તે મુંગા જીવોને કતલથી બચાવવાનો છે.
ઘેટાં–બકરાં કેટલાક દયાળુ માલધારીઓ કસાઈને વેચતા નથી અને પૈસાનો લોભ જતો કરે છે. તેમની દયા–ભાવના જોઈને દર એક ઘેટાં–બકરાં દીઠ રૂા.૫૦૦ તથા વાહન ભાડું ચૂકવી તેઓની મદદ કરીએ છીએ. તેઓ આર્થિક રીતે ગરીબ હોવા છતાં પોતાના પશુ કતલખાને ન જાય તે માટે રાજકોટ પાંજરાપોળમાં ઘેટાં–બકરાં મોટા કરીને મૂકવા આવે છે.
રાજકોટમાં શહેરમાં કોઈપણ સ્થળે બિનવારસી ગાય–વાછરડું આદિ બિમાર હોય અશકય બનવાથી ઉભું ન થઈ શકતું હોય તેવા ઢોર શેરી–ગલીમાં પડયું હોય ત્યારે ભુખે–દુ:ખે સારવાર પામ્યા વગરનું મરણ ન પામે તે માટે અંતિમ દિવસોમાં સારવાર આપીને શાતા અનુભવે તેમ પાંજરાપોળ દ્રારા કરવામાં આવે છે. મકરસંક્રાંતિના દિને દાન કરવાથી સહક્રગણું પૂણ્ય મેળવી શકાય છે.
ગોકુળ ગૌસદન અરણી
છેલ્લા ૩૦ વર્ષથી આંધણા, અશકત, વૃધ્ધ તેમજ લુલા–લંગડા ગાય બળદને સાચવતું જુનું પાંજરાપોળ ગોકુળ ગૌસદન અરણી જે ઉપલેટાનાં રાજમાર્ગ, ઠુંમર ગલી ઉપર આવેલ છે. મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ગૌવંશની સેવા માટે ઉદાર હાથે દાન કરવા અપીલ કરવામાં આવેલ છે. દાન રોકડ, એ.સી. પે ચેક, ડ્રાફટ અથવા સેવિંગ્સ એકાઉન્ટ નં.૫૬૦૭૫૦૦૩૯૪૧, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, રાજમાર્ગ ઉપલેટા શાખામાં ઓનલાઈન પણ જમા કરાવી શકાશે.
મકરસંક્રાતિના દિવસે ઈન્દિરા સર્કલ, નયુ એમ્પાયર સામે, કોટેચા ચોક, કોટેચા સ્કૂલ ગેઈટ પાસે, આલાપ સેન્ચુરી, પુષ્કરનાથ મંદિર પાસે, સ્વામિનારાયણ ચોક, શિલ્પન કોમ્પ્લેક્ષ પાસે દાન સ્વીકારાશે.
ગીતા વિધાલય
ગીતા વિધાલય ટ્રસ્ટ દ્રારા છેલ્લા ૪૫ વર્ષેાથી બાલ–મનોવિકાસ કેન્દ્ર, ગીતા પ્રચાર, સંસ્કૃત પ્રચાર, નિ:શુલ્ક ઉનાળુ છાસ કેન્દ્ર, રાહત દરે નોટબૂક વિતરણ, નિ:શુલ્ક નિદાન કેમ્પ, શિક્ષણનું અભિયાન તથા મહોત્સવની ઉજવણી વગેરે પ્રવૃતિઓનું નિયમિતપણે સંચાલન થાય છે. મકરસંક્રાંતિ નિમિતે આ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે આર્થિક સહયોગ સ્વીકારાય છે. સમાજનાં દાતાઓ–શ્રેીઓને ઉદાર હાથે સહકાર આપવા ગીતા વિધાલયનાં સંચાલક ડો.કૃષ્ણકુમાર મહેતાએ અનુરોધ કરેલ છે.
પક્ષીઓની મદદ આવશે વાઈલ્ડ સૌરાષ્ટ્ર્ર સંસ્થા
પક્ષીઓ માટે મકરસંક્રાંતિનો સમયગાળો પસાર કરવો અઘરો થઈ પડે છે. પતગં સાથે અથડાઈ જવાથી કે પછી જયાં ત્યાં અટવાઈ ગયેલા દોરાની માયાજાળમાં ફસાઈ જવાથી તેમને જીવ ગુમાવવાનો સમય આવે છે. પાંખો હંમેશા માટે ખોઈ બેસવાનો સમય આવે છે. આ સમયગાળા દરમિયાન પક્ષીઓની મદદ કરવા માટે પ્રકૃતિ સંરક્ષણ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા ''વાઈલ્ડ સૌરાષ્ટ્ર્ર'' પક્ષીઓની મદદ કરવા માટે કાર્યરત રહેશે. આ માટે ધર્મેશ કગથરા (૮૮૬૬૨ ૩૭૨૨૭), કુલદીપ ચૌહાણ (૯૯૭૯૨ ૩૬૦૧૦), વિમલ અનડકટ (૯૦૩૩૬ ૫૮૦૨૦), અનિરૂધ્ધ બોરિયા (૯૭૨૫૮ ૫૮૪૫૮), ભાવેશ ત્રિવેદી (૯૪૨૬૮ ૧૬૧૦૦), રવિ આરદેસણા (૯૪૨૮૦૮ ૬૦૮૩૧), મુર્તુઝા સાદીકોટ (૯૯૨૪૦ ૦૦૩૫૨)નો સંપર્ક કરવો.
એનિમલ હેલ્પલાઈનને આર્થિક સહયોગ આપવા અપીલ
કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનિમલ હેલ્પલાઈન દ્રારા છેલ્લા સાડા છ વર્ષથી બિમાર, અકસ્માતથી ઘવાયેલ પશુ–પક્ષીઓની સ્થળ ઉપર જ, નિષ્ણાત ડોકટરોની ટીમ દ્રારા સારવાર કરતું ''મોબાઈલ પશુ ચિકિત્સાલય'' સેવારત છે.
જેમાં શહેરમાં વિવિધ સ્થળોએ, પક્ષીઓને ઋતુ અનુસાર ચણ દરરોજ આપવામાં આવે છે. ૧૫ જેટલા વિસ્તારોમાં દરરોજ દૂધ અને રોટલીનું ભોજન, શ્ર્વાનને દરરોજ પીરસવામાં આવે છે. કાગડા–કાબરને દરરોજ અનુકુળ ફરસાણ પીરસાય છે. મકરસંક્રાંતિના પર્વ દરમિયાન રાજકોટનાં વિવિધ વિસ્તારો ત્રિકોણબાગ, સોરઠીયાવાડી ચોક, સંકલ્પવિધિ હનુમાનજી કાલાવડ રોડ, બાલાજી મંદિર, અમીન માર્ગ, કિસાનપરા ચોક, ઈન્દિરા ચોક સહિતનાં ૩૦ વિસ્તારોમાં ''અનુદાન સ્વીકાર કેન્દ્ર''ની વ્યવસ્થા કરાઈ છે. જેમાં પણ ફાળો નોંધાવી શકાય છે.
આ માટે સહકાર આપવા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટનાં નરોતમભાઈ પોપટ, મિતલ ખેતાણી, ઘનશ્યામભાઈ ઠક્કર, ધિરેન્દ્ર કાનાબાર, રમેશભાઈ ઠક્કર, પ્રતિક સંઘાણી, વિષ્ણુભાઈ ભરાડ, યોગરાજસિંહ જાડેજા, મનિષ માનસાતા, ડો.એમ.જી.મારડીયાએ જણાવ્યું છે. વિશેષ માહિતી માટે મો.૯૮૯૮૦ ૧૯૦૫૯ ઉપર સંપર્ક કરવો.
પતંગ–દોરાથી ઘવાયેલાં પક્ષીઓ માટે એનિમલ હેલ્પલાઇનનો કન્ટ્રોલરૂમ કાર્યરત
સંસ્થા દ્રારા મકરસંક્રાંતિના દિવસો દરમિયાન ઘાયલ થયેલાં પક્ષીઓની સારવાર માટે આણદં વેટરનરી કોલેજનાં સર્જરી વિભાગનાં પ્રોફેસર ડો. પરીખનાં સતત માર્ગદર્શનમાં તેમની નિષ્ણાત ડોકટરોની ટીમનાં ડો. ચીરાગ જાવીયા, ડો. નીલેષ પાડલીયા, ડો. વાઘમશી, ડો. રીતેશ પટેલ, ડો. પ્રવીણ સાખરા, ડો. વિશાલ ઉંધાડનાં સહકારથી તેમજ એનિમલ હેલ્પલાઇનનાં માનદ માર્ગદર્શન ડો. એમ. જી. મારડીયા તેમજ એનિમલ હેલ્પલાઇનનાં ડો. અરવિંદ ગડારા અને લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરોની ટીમ દ્રારા ''વિશેષ કંટ્રોલ રૂમ'' ચાલુ કરવામાં આવશે જેમાં ઘાયલ થયેલા પક્ષીઓની ઓર્થેાપેડીક સર્જરી પણ કરી આપવામાં આવશે. આ સત્કાર્યમાં મોટી સંખ્યામાં જીવદયા પ્રેમી કાર્યકર્તાઓની જરૂરિયાત રહેતી હોય આ સત્કાર્યમાં સહભાગી થવા ઇચ્છતાં સૌને પોતાનું નામ એનિમલ હેલ્પલાઇન (મો. ૯૮૯૮૦ ૧૯૦૫૯, સંપર્ક તેમજ સારવારનો સમય સવારે ૯ થી સાંજના ૭) પર ત્વરીત લખાવી આપવા ઉપરાંતમાં, સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ના ગાળામાં પક્ષીઓ વધુ પ્રમાણમાં વિચરણ કરતાં હોય આ સમયે પતગં ન ઉડાડવા અને પક્ષીઓનું જીવન બચાવવા પ્રાર્થના કરાઇ છે. સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટનાં નરોતમભાઇ પોપટ, મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠક્કર, ધીરેન્દ્ર કાનાબાર, રમેશભાઇ ઠક્કર, પ્રતિક સંઘાણી, વિષ્ણુભાઇ ભરાડ, યોગરાજસિંહ જાડેજા, મનિષ માનસાતા, ડો. એમ.જી. મારડીયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.
વેદમાં ''ગાય''નું મહત્વ
નરસિંહ મહેતાની આ વલોણાની વાત છે. ગોપીઓ કૃષ્ણને વલોણા વારની યાદ આપતી, આમંત્રણ આપતી, એ સમૃધ્ધિ ગાયોને આભારી હતી. પ્રાચીન સાહિત્યમાં ગાયોનો જ ઉલ્લેખ મળે છે. ભેંસોનો નહીં, ગાયો તો સંપદા ગણાતી. કોની પાસે કેટલી ગાયો છે એ જોવાતું. જેની પાસે જેટલી ગાયો વધારે એટલો એ વધારે ધનિક, વધારે પ્રતિિત.
આ તો ખૂબ દૂરની વાત થઇ એમ કહેવાય. પણ છેક િસ્તી સને ૧૯૪૭ સુધી ગામડામાં રબારીઓ–ભરવાડો ગાયોના ધણ રાખતા, સાંજના પણ પાછું ફરે એ સમયને 'ગોધૂલી વેળા' નામ અપાયું છે. ખેડૂતોના ઘરોમાં પણ ગાયોનું સ્થાન અનેરું હતું. ગાય એ તો માતા છે.
હિન્દુઓ ગાયને પરંપરાથી માતા માનતા આવ્યા છે. ગાય કેવળ હિન્દુઓની માતા જ નથી પરંતુ એ સમગ્ર વિશ્ર્વની માતા છે. ગાય વિશ્ર્વના માનવમાત્રને સમાનરૂપે પાલન કરનારી માતા છે. ગાયના શરીરમાં કરોડો દેવતાઓનો વાસ છે. એક ગાયની પૂજા કરવાથી આપો આપ કરોડો દેવતાઓની પૂજા થઇ જાય છે.

એકતરફ પતંગોનો પેચ...બીજીતરફ ગરમાગરમ ખીચડોને ઉંધિયાની દાવત
સાત ધાનનો પૌષ્ટ્રિક ખીચડો તથા ટેસ્ટી ઉંધિયું રાજકોટવાસીઓનું કાલનું ખાસ મેનુ: ઘરે બનાવવાની સાથોસાથ તૈયાર ખીચડો–ઉંધિયું લેવા માટે સ્વાદરસિકોની કતારો જોવા મળશે
રાજકોટ
પતંગોત્સવ એટલે મોજ હી મોજ... એકતરફ પતંગરસિકોનો પેચ લગાડવાનો આનદં તો બીજતરફ ખીચડા અને ઉંધીયાની દાવત માણવાનો મોકો મકરસંક્રાંતિએ મળે છે.
મકરસંક્રાંતિને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે શહેરભરમાં પતંગોત્સવનો આનદં ચરમસીમાએ પહોંચ્યો છે. આ દિવસે સૌરાષ્ટ્ર્રમાં ખાસ કરીને ખીચડો અને ઉંધીયું બનાવવાની વર્ષેાથી પ્રથા ચાલતી આવે છે. રાજકોટવાસીઓ માટે ગમે તે તહેવારની ઉજવણી સાથે ખાણી–પીણીની રંગત જામે છે.
પતંગોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થયું. પતંગો અને ફીરકીની તૈયારી સાથે ગૃહિણીઓ ઉંધીયું અને ખીચડો બનાવવાની પૂર્વ તૈયારીમાં લાગી જાય છે. જો કે હવે સમયના અભાવ વચ્ચે લોકો રેડીમેઇડ ખીચડો અને ઉંધીયુંના ઓર્ડરો આપવા લાગ્યા છે.
સૌરાષ્ટ્ર્રમાં મકરસંક્રાંતિએ બપોરના જમણવારમાં ખાસ ઉંધીયું અને ખીચડો ફિકસ હોય છે. આપણી સંસ્કૃતિમાં સારા પ્રસંગો કે તહેવારોમાં કંસાર રાંધવાની પરંપરા છે તે રીતે મકરસંક્રાંતિએ સાત ધાનનો ખીચડો લીલાછમ શાકભાજી અને મેથીના મુઠીયાના બનેલા લિજતદાર ઉંધીયાને લોકો હોંશે હોંશે આરોગે છે.
આ જ દિવસે ખીચડો શા માટે ? તેના વિશે વડિલો જણાવે છે કે ખીચડો સાત ધાનમાંથી બનાવવામાં આવે છે જેમાં જુવાર, ઘઉં, મગ, મઠ, ચોરી, કળથી, જીંજરા તેમજ ચણાની દાળ હોય છે. આ સાત ધાનને મીકસ કરીને ખાંડવામાં આવે છે. આ ધાન સાંબેલામાં ખાંડવામાં આવે છે. એક માન્યતા મુજબ આ દિવસે બનાવેલો ખીચડો કોઇના ઘરે મોકલાતો નથી અને માન્યતા પ્રમાણે સાત ધાનના રસ જીવનમાં ઉતારવામાં આવે છે. ખીચડાને બનાવવામાં કલાકો લાગે છે આથી થોડા વર્ષેાથી તૈયાર ખીચડો બજારમાં મળવા લાગ્યો છે. ખીચડા માટે ૪૦ વર્ષથી જાણીતા પતીરા બ્રધર્સના અતુલભાઇના જણાવ્યા મુજબ મકરસંક્રાંતિના દિવસે રંધાતા ખીચડાની તૈયારીઓ દિવાળી પછીથી શરૂ થઇ જાય છે. રાજકોટમાં છેલ્લા વર્ષેાથી રાંધેલા ખીચડાને લોકો પસદં કરી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કાચા અને રાંધેલા ખીચડાના ભાવમાં નજીવો ફેરફાર આવ્યો છે.
તો બીજીતરફ ગરમાગરમ પૌષ્ટ્રિક ખીચડાની સાથે સ્વાદિષ્ટ્ર અને ચટાકેદાર ઉંધીયાની જયાફત લોકો મકરસંક્રાંતિએ ખાસ માણે છે. મોટાભાગના ઘરે ઉંધીયુ તો અચૂક હોય છે જેને લીધે આ પર્વના દિવસોમાં શાકભાજીના ભાવ પણ આસમાને હોય છે. ટેસ્ટી ઉંધીયા માટે ગૃહિણીઓ આગલા દિવસથી તૈયારી કરી લે છે. ઉંધીયામાં પણ એક નહીં અનેક પ્રકારની વેરાયટીઓ હોય છે. જેમ કે કાઠીયાવાડી ઉંધીયું, બાદશાહી ઉંધીયું, સુરતી ઉંધીયું, માટલા ઉંધીયું, કઠોળ ઉંધીયું, પંચરત્ની ઉંધીયું, રજવાડી ઉંધીયું, ગ્રીન ઉંધીયું ઉતરાયણના દિવસે હોટેલ–રેસ્ટોરન્ટના મેનુમાં ઉંધીયાનો સમાવેશ થાય છે. ઘરના ઉંધીયાની સાથે હવે રેડીમેઇડ ઉંધીયાનો ટ્રેન્ડ શરૂ થતાં મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષી શહેરમાં જગ્યાએ જગ્યાએ 'તૈયાર ગરમા ગરમ ટેસ્ટી ઉંધીયું મળશેના બેનરો સાથે જોવા મળી રહ્યા છે. એક અંદાજ મુજબ તૈયાર ઉંધીયાનું મકરસંક્રાંતિના દિવસે ૨૦થી ૨૫ હજાર કિલો ઉંધીયું વેચાય છે.
ગરમાગરમ ખીચડો અને ટેસ્ટફલ ઉંધીયાનો લેખ વાંચી હવે વાચકોના મોંમા પાણી આવી ગયું હશે ખરું ને...!

 

શું રામાયણકાળથી પતંગનું મહત્વ છે !!
તુલસીદાસજીએ રામાયણની ચોપાઇમાં પતંગનો ઉલ્લેખ કર્યેા છે


મકરસંક્રાંતિ પર્વ હવે આનંદ–ઉલ્લાસની સાથે મોજશોખનું પર્વ બની ગયું છે પણ પુરાણકાળથી પતંગનું મહત્વ રહ્યું છે. ગૌસ્વામી તુલસીદાસજીએ પણ એક ચોપાઇમાં પતંગનું મહત્વ દર્શાવ્યું છે.
મકરસંક્રાંતિના મંગલમય દિને સૂર્યનારાયણ ઉતરીય ગોલ એટલે કે અમૃતમય માર્ગે આગળ વધી મકર રાશિમાં મંગલ પ્રવેશ કરે છે એ સાથે દેવતાઓ અને પિતૃઓના પુનિત પ્રભાતનો પ્રારભં થાય છે, આ જ કારણે મહાભારતના યુધ્ધ દરમિયાન મૃત્યુ–શૈયા પર પોઢેલા ભીષ્મપિતામહે પોતાના મૃત્યુને ઉતરાયણ સુધી આવતો અટકાવ્યો હતો. ગીતામાં કહ્યું છે કે જે બ્રહ્મવેતા યોગી ઉતરાયણના ૬ માસ દિવસના પ્રકાશમાં શુકલ પક્ષમાં પોતાના પ્રાણ છોડે છે તે બ્રહ્મને પામે છે.
આ પાવક પર્વની સવિશેષ મહિમાન અને મહત્તા છે. આ દિવસે દાન અને સ્નાનનું અદકેરું મહત્વ અને મહાત્મય છે. આ દિવસે પ્રયાગ, હરિદ્રાર, પુષ્કર, નાસિક વિગેરે પવિત્ર સ્થળે લોકો શ્રધ્ધાપૂર્વક સ્નાન કરી યથાશકિત અવશ્ય દાન કરે છે. આ દિવસે 'ગંગાસાગર' સ્નાનનો તો અનેરો મહિમા છે. કહેવાય છે કે 'સબ તિરથ બાર બાર, ગંગાસાગર એક બાર' વર્ષ દરમિયાન આ દિવસોમાં એક સાહ સમુદ્રમાંથી આ ટાપુ બહાર આવે છે અને એટલે જ આ અદભુત ઘટનાને આસ્થાની વધાવતા લાખો શ્રધ્ધાળુઓ મકરસંક્રાંતિના દિવસે અહીં સ્નાન કરી કૃતાર્થ થયાની લાગણી અનુભવે છે.
પંજાબમાં આ તહેવાર 'લોહડી'ના નામે મનાવાય છે. આ દિવસે તેઓ વૈદિક પરંપરા મુજબ મીઠાની ખીર તથા રેવડી યજ્ઞમાં અર્પણ કરી આ ઉત્સવ ઉત્સાહભેર ઉજવે છે તો મહારાષ્ટ્ર્રીયનો એકબીજાને 'તિળ ગુડ ધ્યા, ગુડ ગુડ બોલા', અર્થાત તલ, ગોળ ખાવ અને મીઠું મીઠું બોલો, બોલી એકબીજાને તલ અને ગોળ ખવડાવી આ મહોત્સવ મનાવે છે. સિંધી લોકો આ તહેવારને 'તિલીમુરી' કહે છે. તામિલનાડુ આંધ્રપ્રદેશમાં આ પર્વ 'પોંગલ' તરીકે ઉજવે છે તો કેરળમાં એને 'તલ–પોંગલ' કહે છે. આજનો દિવસ સરસવ, ઘઉં વિગેરેની કાપણી માટેનો શુભમુહર્ત કહેવાય છે. આજના દિવસે પતગં ઉડાડવાનો પણ અનેરો મહિમા છે. કહેવાય છે ઇસવીસનની શરૂઆત પહેલા ચીનાઓએ પતંગની શોધ કરી હતી પણ ભગવાન શ્રીરામના સમયમાં પતગં હોય કે ન હોય પણ સતં તુલસીદાસજીની એક ચોપાઇમાં પતંગનો ઉલ્લેખ છે. 'કટ્ટ તિલંગી નક્ષત્ર નભા, સાહિલ નાવ તુફાન, ડોલત શરાબી કહાં ગીરત, વો જાનન ભગવાન' અર્થાત કપાયેલી પતંગ, આભથી ખરતો તારો, તોફાનમાં સપડાયેલ નાવ અને નશામાં ઝૂમતો શરાબી કયાં જઇ પડશે તે તો ભગવાન જાણે ! આ છે મકરસંક્રાંતિની મહત્તાનો આછેરો અણસાર.

રસમધુરી શેરડી, લીલાછમ જીંજરા અને ખટમધુરા બોરથી છલકાતી બજારો

આજકાલ પ્રતિનિધિ
રાજકોટ
હાલો...શેરડી આવી, બોર લઇ લ્યો, જીંજરા આવ્યા... આ અવાજ શેરીએ–શેરીએ અને માર્કેટમાં સંભળાઇ રહ્યો છે. કેમ કે ઠંડી બરોબરની જામી છે અને આ બધુ ખાવાની મજા જ ઠંડીમાં કંઇક અલગ હોય છે. શેકેલા જીંજરા, મીઠીમધુરી શેરડીઓ અને ખટ્ટામીઠા બોર ખાવાની મજા તો અત્યારે જ આવે. તેમાંય ઉત્તરાયણની આડે હવે વેઢે ગણાય તેટલા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બજાર પણ રસમધુરી શેરડી, લીલા–લીલા જીંજરા અને ખટમધુરા બોરથી ઉભરાઇ રહી છે. ઉત્તરાયણના તહેવારને ધામધૂમથી ઉજવવા લોકો કેટલાય દિવસ અગાઉ તૈયારી શરૂ કરી દેતાં હોય છે. બજારોમાં પણ ધૂમ ખરીદીઓ થવા પામી છે. આમ તો આ વર્ષ મંદીનો માર લાગ્યો જ છે તો પણ બજારમાં તો ધૂમ ખરીદીઓ થાય જ છે.
બજારમાં રસમધુરી શેરડીઓ જોતાં જ તેનો તાજો રસ પીવાનું કે તેની ગંડેરી ખાવાનું મન થઇ જાય. શેરડીઓ અત્યારે ૮૦થી લઇને ૧૦૦ રૂા. સુધીની ૫ કિલોના ભાવો મળી રહે છે. તેમાં કાળી શેરડીનો ભાવ થોડો વધારે હોય છે. આમ તો લોકો શેરડીને છોલીને ખાવાનું પસદં કરતા હોય છે જેથી દાંત મજબૂત થાય પણ આજકાલની યુવા પેઢીઓને આ કંટાળાજનક લાગે છે. એટલે તેઓ તૈયાર ગંડેરીના પેકેટ ખરીદતા હોય છે. ગંડેરીના પેકેટ ફ્રુટવાળાની દુકાને પણ મળી રહી છે અને બહાર શેરડી વેચતા ફેરીયાઓ પાસેથી પણ મળી રહી છે.
દર વર્ષ કરતાં આ વખતે કાળી શેરડીનું ઉત્પાદન વધારે થયું છે. ધોળી શેરડી જામનગર પંથકમાંથી આવે છે યારે કાળી શેરડી મદ્રાસ તરફથી મંગાવવામાં આવે છે. ઉત્તરાયણના તહેવારને કારણે જથ્થાબધં શેરડી મંગાવવામાં આવે છે. અંદાજ મુજબ દરરોજની ૫૦–૫૦ ગાડીઓ બન્ને શેરડી મંગાવવામાં આવે છે.
અને જીંજરાને જોઇને તો આંખને એવી ટાઢક મળે છે એટલા લીલાછમ હોય છે. હવે તો જીંજરામાં પણ કેટલી ફેસેલીટી આવી છે. એક ડાળખા સાથેના જીંજરા, બીજા ડાળખામાંથી પોપટા કાઢેલા અને ત્રીજા એટલે ચણા ફોતરા કાઢેલા જીંજરા સ્પેશ્યલ ઉંધિયામાં નાખવા માટેના બજારમાં મળી રહ્યા છે. સામાન્ય રીતે જીંજરા ૫૦ થી ૬૦ કિલોના ભાવે મળી રહ્યા છે. આમ તો ઉત્તરાયણ હોવાને કારણે ૧૦ કે ૨૦ રૂા. આમ કે તેમની થવાના જ છે. હાલનાં જીંજરા ૮૦ થી ૯૦ કિલોના ભાવે વેચાય છે.
શેરડી, જીંજરાની સાથે–સાથે ખટ્ટમધુરા બોર પણ બજારમાં દેખાઇ રહ્યા છે. રાજકોટમાં ખટ્ટમધુરા ગોલાબાર, હળવદ અને ભાવનગરથી આવે છે. દરરોજના ૨૦ થી ૨૫ કિલોના દાગીના આવે છે. આવા ૭૦૦થી ૮૦૦ દાગીના દરરોજના આવે છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બોરનો ભાવ બમણો રહ્યો છે.
શેરડી, જીંજરા કે બોરનો ભાવ ગમે તેટલો હોય પણ આપણી આ ઉત્સવપ્રિય જનતા ઉત્સવ માટે તો ગમે તેટલા નાણાં ચૂકવવા તૈયાર જ હોય છે

મકરસંક્રાંતિનાં પૂણ્યવર્ધિત પાવન પર્વે
ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પીને બોલબાલાનાં સેવા મહાયજ્ઞમાં આહુતિ આપો

દરરોજ ૧૫૦૦ ઉપરાંત ભૂખ્યાજનોની જઠરાિ ઠારતી બોલબાલાનો ''અન્નપૂર્ણ રથ'' માનવસેવા અને જીવદયાની નિરંતર સેવા પ્રવૃત્તિઓ કરતા બોલબાલા ટ્રસ્ટે રાજકોટને માનવીય ગૌરવ અપાવ્યું છે
રાજકોટ
છેલ્લાં બે દાયકા ઉપરાંતથી માનવસેવા સહિતની અનેકવિધ સેવા સદપ્રવૃત્તિઓ કરતી વિશ્ર્વનીય અને જીવમાત્રની સેવાને સમર્પિત સંસ્થા 'બોલબાલા ટ્રસ્ટે' તેની સેવાની સુવાસથી રાજકોટને ગૌરવ અપાવ્યું છે. સાધુતાને રંગે રંગાયેલા આ સંસ્થાએ 'માનવ સેવા', અબેલ જીવોની સેવા દ્રારા 'જીવદયા પરમો ધર્મ' સુત્રને સાર્થક સાબિત કયુંર્ છે. દાતાઓ દ્રારા અહીં અપાયેલ દાન ભાવના મુજબ ઉગી નીકળે છે. બોલબાલા ટ્રસ્ટના વિવિધ સેવા પ્રકલ્પોમાં જે દાતાઓએ વિશ્ર્વાસ મૂકીને છૂટા હાથે દાન કર્યા છે તેઓને સુખદ અનુભવો થયા છે એટલે જ આવા હૃદયી દાનથી દાનવીરોના સહયોગથી બોલબાલા ધામ અત્રે પ્રસ્તુત વિવિધ સેવા પ્રવૃત્તિઓથી ૨૪ કલાક ધમધમે છે.
મેડિકલ સાધનોની સહાય
બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના જરૂરિયાતમદં દર્દીઓને આર.આર. બાવીસી તથા શ્રીમતી આર.એસ. બાવીસી મેડિકલ સેન્ટર હેઠળ અતિ આધુનિક અને કિંમતી મેડિકલ સાધનો વોટરબેડ, વ્હીલચેર, બેક્રરેસ્ટ, ટોયલેટ ચેર, ઓકસીજન સિલિન્ડર, પેરેલસીસ સ્ટીક, વોકર, સકશન મશીન સહિતના ૭૦ પ્રકારના મેડિકલ સાધનો, સ્થાનિક તથા વિદેશથી આવેલા લાખો રૂપિયાની કિંમતના સર્જિકલ સાધનો જરૂરિયાતમદં દર્દીઓ માટે ૨૪ કલાક ઉપલબ્ધ છે. આવા સાધનો મેળવવા દર્દીઓને કોઇ ભાડું ચૂકવવાનું હોતું નથી પરંતુ ડિપોઝીટ ભરવી આવશ્યક છે. સાધન પરત કરતા ડિપોઝીટની રકમ પરત કરવામાં આવે છે. સંસ્થાના આ સેવાલક્ષી પ્રોજેકટનો દરરોજ ૮૦થી ૧૦૦ દર્દીઓ લાભ લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં એકાદ લાખ દર્દીઓએ આવા સાધનોનો નિ:શુલ્ક ઉપયોગ કરીને ધન્યતા અનુભવી છે.
અન્નક્ષેત્ર
છેલ્લાં આઠ વર્ષથી નિરંતર એક દિવસના વિરામ વગર બોલબાલા ધામ પરિસરમાં મહાવીર સદાવ્રત કેન્દ્રમાં સાંજે શહેરના નિરાધાર, વૃધ્ધો, અપંગો વગેરે ૧૦૦ ઉપરાંત ભૂખ્યાજનોને ગરમા ગરમ ભોજનપ્રસાદ આપવામાં આવે છે. આ અન્નક્ષેત્ર સેવા શ્રેણીમાં તાજેતરમાં બપોરે પણ ૧૦૦ ઉપરાંત જરૂરિયાતમદં દરિદ્રનારાયણોને કાયમી ધોરણે અમૃત ભોજન પ્રસાદ આપવાના ઉમદા ઉદ્દેશથી સદ્દભાવ સહયોગથી ૨૦૦ ભૂખ્યાઓની જઠરાિ તૃ કરવામાં આવે છે.
હરતું–ફરતું અન્નક્ષેત્ર
બોલબાલા ટ્રસ્ટની જે સેવાની શહેરમાં સાર્વત્રિક પ્રશંસા થાય છે તે હરતું ફરતું–મોબાઇલ અન્નક્ષેત્ર છે. દાતાઓ અનુદાનિત ત્રણ અન્નપૂર્ણા રથ દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાં શેરી–ગલ્લીએ ફરીને પાગલ, નિરાધાર, વૃધ્ધો, અપંગ, અશકત અને પરપ્રાંતીય મજૂરોના બાળકોને તેમના સ્થાન ઉપર જઇને પૂર્ણભાવ અને સન્માન સાથે સવારથી સાંજ શહેરના ૧૦૦ કિ.મી. વિસ્તારમાં ભોજન પીરસવામાં આવે છે. શહેરના જાહેર સ્થળો, બસ, રેલવે સ્ટેશન, શહેરના છેવાડાના પછાત વિસ્તારો, ફટપાથો ઉપરના ૧૫૦૦ ઉપરાંત ભૂખ્યાજનો ઘરઆંગણે અને તેમના ગમે તે સ્થાને હરતા ફરતા અન્નક્ષેત્રનો લાભ લઇ રહ્યા છે. 'ભોજન પ્રસાદ' આ માનવ સેવા માટે બોલબાલા ટ્રસ્ટને દૈનિક રૂા.૪થી૫ હજારનો ખર્ચ થાય છે. આ સદકાર્ય માટે માનવ સેવા માટે માનવ સેવાપ્રેમી દાતાઓનો અવિરત સહયોગ મળતો જ રહે છે. મોબાઇલ અન્નક્ષેત્રમાં સાદા ભોજનની તિથિમાં રૂા.૨૫૦૦ અથવા મિષ્ટ્ર ભોજન માટે રૂા.૫૦૦૦ નોંધાવીને સેંકડો લોકોની જઠરાિ તૃ કર્યાનો ઓડકાર લઇ શકાય છે.
જીવદયા સેવા પ્રકલ્પ
બોલબાલા મહિલા ધૂન મંડળ સંચાલિત આ સેવા પ્રકલ્પ અંતર્ગત દરરોજ શેરી શ્ર્વાનોને ત્રણ ટાઇમ સવાર, બપોર અને સાંજ દૂધ, ખીચડી, રોટલી, પક્ષીઓને નિત્ય ચણ, કાગડા–કાબરને ફરસાણ, કીડીઓને કીડીયારૂ, શહેર આસપાસની નદી, ડેમે જઇને માછલાઓને લોટની ગોળીઓ, નિરાધાર–અશકત ગાયમાતાઓને પાંજરાપોળમાં લાડવા નિરવા જવા જેવી અવિરત જીવદયાના પૂણ્ય કાર્યેા થાય છે. આ સદકાર્યમાં મહિલા મંડળની બહેનો પોતાનું ઘરકાર્ય પૂર્ણ કરીને ઘડિયાળને કાંટે સમયસર આવીને જાતે જ ખીચડી વગેરે સામગ્રી તૈયાર કરીને લઇ જાય છે. બહેનોની આ નિષ્કામ સેવા જોઇને તેઓને વંદન કરવાનું મન થઇ જાય છે. જીવદયાની આ સેવાનો ટ્રસ્ટને દૈનિક રૂા.૩ થી ૪ હજારનો ખર્ચ થાય છે. આ સેવાનું પૂન્ય પ્રા કરવા દાતાઓ રોકડ કે વસ્તુઓના રૂપમાં પણ ભેટ આપી શકે છે.
અિ સંસ્કાર વિધિ નિહાર સમાન સેવાીં
માનવીની છેલ્લી જીવનયાત્રા સફળ બની રહે એ માટે બોલબાલા ટ્રસ્ટ દિવસ–રાત અિ સંસ્કારની અંતિમ વિધિ–નિહાર સામાનની વિનામૂલ્યે સેવાઓ આપે છે. એક 'નિહાર કિટ'ની કિંમત રૂા.૩૫૦ થાય છે. કોઇપણ દાતા આ રકમ નોંધાવીને નિહાર સામાન સેવાનો લાભ લઇ શકે છે.
મહત્વના સેવા પ્રોજેકટ ઉપરાંત બોલબાલા ટ્રસ્ટ નિરંતર અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ કરે છે. જાહેર ધાર્મિક કાર્યક્રમો, લોકમેળા, નિદાન કેમ્પોમાં જલ સેવા રથ, ઉનાળામાં છાસ કેન્દ્રો, વિકલાંગ સહાય કેન્દ્ર, સમાજના સુખદુ:ખના પ્રસંગોએ મહિલા મંડળના ધૂન–કીર્તન, પ્રાર્થનાઓના નિ:શુલ્ક આયોજનો, શહેરના પછાત વિસ્તારોમાં નિ:શુલ્ક દવાખાનાઓ દાતાઓના સહયોગથી ચાલે છે. આ દિવસે સુપાત્રને કરેલું દાન માનવીના પૂન્યમાં વૃધ્ધિ કરે છે. મકરસંક્રાંતિના પાવન પર્વના ઉપલયમાં બોલબાલા ટ્રસ્ટની ઉદારદિલ સમાજને અપીલ છે કે, આ ટ્રસ્ટના કોઇપણ સેવા પ્રકલ્પમાં મકરસંક્રાંતિએ આપેલું દાન યશભાગી નિવડશે. સંસ્થાએ નાના મધ્યમ વર્ગના દાતાઓને ધ્યાનમાં લઇને માસિક અનુદાન યોજના પણ શરૂ કરી છે. જેમાં દાતા પરિવાર યથાશકિત દર માસે રકમ નક્કી કરી શકે છે. આ રકમ ટ્રસ્ટના કાર્યકર્તા આપને ત્યાં રૂબરૂ આવીને, પહોંચ આપીને લઇ જશે. દાતાઓ દ્રારા બોલબાલા ટ્રસ્ટને આપેલ દાન ઇન્કમટેક્ષના કાયદાની કલમ ૮૦(જી) હેઠળ કરમુકત છે. મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ટ્રસ્ટના કોઇપણ સેવા પ્રકલ્પમાં દાન નોંધાવવા, વિશેષ વિગતો જાણવા બોલબાલા ધામ, ૯૧૮, લમીવાડી, રાજકોટ (ફોન:૩૨૦ ૩૨૦૦) અથવા મો.૯૩૭૪૧ ૦૩૫૨૩ ઉપર જિજ્ઞેશભાઇ ઉપાધ્યાયનો સંપર્ક કરવા યાદીમાં અનુરોધ કરાયો છે

Top of page
fpS>L$p¡V Æëgp_p AÞe kdpQpfp¡
 

ગોંડલના હડમતાળા ગામે ભરવાડ યુવાનની બે ગાયને પાડોશી શખસે ઝેર ખવડાવી મારી નાખી

મોરબીમાં દુકાન ખાલી કરાવવા પ્રકરણમાં વેપારીઓમાં રોષ: બધં પાળી વિરોધ પ્રદર્શન

ગોંડલના ધરાળા ગામે પતિ અને સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત

ટંકારાના હડમતીયા ગામે કુંડમાં ડૂબી જતાં ભરૂચના યાત્રિકનું મોત

માળિયામીંયાણા પાસેથી કતલખાને લઇ જવાતાં પશુ ભરેલો ટ્રક ઝડપાયો

ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ૧૪ બેઠકો માટે ૩૩ ઉમેદવારો: મુખ્ય જગં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે

ઉપલેટા નગરપાલિકાના મહિલા સભ્યના પતિ નશો કરેલા ઝડપાયા: વેચવાનો ગુનો પણ નોંધાયો

મોરબીમાં માલધારી સમાજની બેઠક મળી: સંઘર્ષ સમિતિની રચના કરાઈ

મોરબીમાં મેટાડોર હડફેટે બાઈકચાલક યુવાનનું મોત

  જસદણ–ચોટીલા વિસ્તારમાં સુઝલોનને જમીન આપવા સરકારની પેરવી: સાંસદ બાવળીયાનો વિરોધ

મોરબી ડેપોને એક વર્ષમાં નવી ૧૫ બસો ફાળવાશે: ચેરમેન ઘોડાસરા

  ટંકારા તાલુકાના સજનપર ગામે પરિણીતાએ ઝેરી દવા પી લેતાં મૃત્યુ: સાસરિયા સામે ફરિયાદ
  મોરબીના ધારાસભ્યએ ખૂનની ધમકી આપ્યા અંગેની ડીઆઇજી સમક્ષ ફરિયાદ
  ગોંડલના પટેલ કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓ વિરૂધ્ધ ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ
  મોરબીના માનસર ગામે બે પરિવારો વચ્ચે સશક્ર બઘડાટી: ચારને ઇજા
  ગોંડલ પાસે ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત
  મોરબીના પાનેલી ગામે બે પરિવારો વચ્ચે બઘડાટી: ત્રણને ઈજા
  જેતપુર યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગના ૧૦ ઉમેદવારો લેખિતમાં ખસી જતાં ભાજપને આંચકો
  જેતપુરમાં યોતિષ શાક્રના નામે લોકોને ભરમાવી મંત્ર–તંત્રના નાણાં વસૂલતી પરપ્રાંતીય ટોળકી ઝડપાઇ
fpS>L$p¡V$ Aph©rsil¡fÆëgp¡kyf¡ÞÖ_NfS|_pNYAdf¡guAÞe
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.