Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
National All News ૨૮/૦૧/૨૦૧૨ (શનિવાર)
 

ઓસ્ટ્રેલિયા સામે ભારતનો શરમજનક પરાજયનો ચોક્કો: શ્રેણી ૪–૦થી ગુમાવી

 
 
 

 

Top of page

ઓસ્ટ્રેલિયામાં ભારતે શરમજનક રીતે પરાજયનો ચોક્કો માર્યેા છે અને ચોથો ટેસ્ટ પણ ગુમાવ્યો છે. આ સાથે જ ભારતે દેશની ધરતી પર સળગં આઠમી ટેસ્ટ મેચ ગુમાવી છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે ૪૪ વર્ષના સમય ગાળા પછી સીરીઝ ૪–૦થી ગુમાવી છે. બોલિંગ અને બેટિંગમાં કંગાળ પ્રદર્શન કરનારી ટીમ ઈન્ડિયાનો એડિલેડ ઓવલ ખાતે રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં પણ પરાજય થયો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ મેચની શ્રેણીને ૪–૦થી જીતીને વિશ્વની નંબર–૨ ટેસ્ટ ટીમનો વ્હાઈટવોશ કર્યેા છે.
ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ આપેલા ૫૦૦ રનના વિશાળ લયાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાના અનુભવી બેટસમેનો કાંગ બોલરો સામે વધુ એક વખત નિષ્ફળ રહેતા ભારત ૨૦૧ રનમાં જ તંબૂ ભેગું થઈ જતા ભારતનો ૨૯૮ રને કારમો પરાજય થયો છે.
યજમાન ટીમ તરફથી લોકલ બોય નાથન લિયોને સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. યારે રેયાન હેરિસે ૩ વિકેટ લીધી હતી. બેન હિલ્ફેનહૌસ અને પીટર સિડલને ૧–૧ સફળતા મળી હતી. ભારત તરફથી બીજા દાવમાં સુકાની વીરેન્દ્ર સેહવાગે સૌથી વધુ ૬૨ રન બનાવ્યા હતા. યારે લમણે ૩૫, દ્રવિડે ૨૫ અને કોહલીએ ૨૨ રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાયના તમામ બેટસમેનો નિષ્ફળ રહ્યા હતા.
ચોથા દિવસના અંતે ભારતનો સ્કોર ૬ વિકેટે ૧૬૬ રન હતો. ઈશાંત શર્મા ૨ અને રિદ્ધિમાન સહા ૦ રને રમતમાં હતો. ભારતીય ટીમની હાર તો ચોથા દિવસે જ નક્કી થઈ ગઈ હતી પરંતુ તેની ફકત ઔપચારિકતા જ બાકી હતી. જે યજમાન ટીમે પાંચમાં દિવસે પ્રથમ સત્રમાં જ બાકીની ચાર વિકેટો પાડીને પૂરી કરી દીધી હતી. સૌ પ્રથમ ઈશાંત શર્મા આઉટ થયો હતો. તે ચોથા દિવસના પોતાના સ્કોરમાં એક પણ રન ઉમેરી શકયો નહોતો અને રેયાન હેરિસના બોલ પર વિકેટ પાછળ હેડિનને કેચ આપી બેઠો હતો.
ત્યાર બાદ બીજા દાવમાં અત્યાર સુધી વિકેટ લેવામાં નિષ્ફળ રહેલા પીટર સિડલે રિદ્ધિમાન સહાને ૩ રન પર આઉટ કર્યેા હતો. સિડલે પ્રથમ દાવમાં પાંચ વિકેટ લીધી હતી. સહાની વિકેટ સાથે ભારતની આઠમી વિકેટનું પતન થયું હતું. અશ્વિન અને ઝહિર ખાને ૨૩ રનની ભાગીદારી નોંધાવી હતી. ઝહિર ખાન ૧૫ રન બનાવીને હિલ્ફેનહૌસનો શિકાર બન્યો હતો. અંતે નાથન લિયોને ઉમેશ યાદવને ૧ રન પર હેડિનના હાથમાં કેચ આઉટ કરાવી દેતા ભારતનો બીજો દાવ ૨૦૧ રનમાં સમેટાઈ ગયો હતો. અશ્વિન ૧૫ રને અણનમ રહ્યો હતો. આ સાથે જ ભારતનો ચોથી ટેસ્ટમાં ૨૯૮ રને કારમો પરાજય થયો

fpô²$ue AÞe kdpQpfp¡
 
   
   
   
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.