ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝ સંપૂર્ણપણે ગુમાવ્યાને કારણે ટીમ ઈન્ડીયાના વરિ ખેલાડીઓ હવે નિવૃતિ લેવા વિચારી રહ્યા હોવાના અહેવાલોને ટીમ મેનેજમેન્ટ દ્રારા રદીયો આપવામાં આવ્યો છે. ટીમ મેનેજર જી.એસ.વાલીયાએ આ સમાચારોને પાયાવિહોણા ગણાવ્યા છે.
આજે પુરી થયેલ ટેસ્ટ શ્રેણી ભારતે ૦.૪થી ગુમાવતા તેનો વ્હાઈટ વોશ થઈ ગયો છે. જેમાં સીનીયર ખેલાડીઓ સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને લમણનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. આ બદલ તેમની કડક ટીકા થઈ રહી છે.
આ ધબડકાને કારણે એવી ચર્ચા ચાલી હતી કે, આ શ્રેણી બાદ ત્રણેય ખેલાડીઓ નિવૃત થઈ જશે. જો કે, ટીમ મેનેજમેન્ટે આ અફવાને ફગાવી છે.
મેચ બાદની પત્રકાર પરિષદમાં વાલીયાએ જણાવ્યું હતું કે, સીનીયર ખેલાડીઓ નિવૃત થઈ રહ્યા હોવાના રિપોર્ટનું અમે સંપુર્ણ ખંડન કરીએ છીએ. આ અહેવાલો પાયાવિહોણા છે. આ મુદ્દે વધુ સવાલોના જવાબ આપવાનું ટાળતા તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે, આ સમાચારમાં કોઈ તથ્ય નથી.
મેચ બાદ મિડીયા સમક્ષ વિરેન્દ્ર સહેવાગે પણ સીનીયર ખેલાડીઓ નિવૃત થવા જતા હોવાના રિપોર્ટ ફગાવ્યા હતા.
સહેવાગે જણાવ્યું હતું કે, સીનીયર ખેલાડીઓ આ શ્રેણી બાદ નિવૃત થવાના છે એવા અહેવાલો વહેતા થયા છે પણ ખરેખર આવુ કશુ નથી. તેણે કહ્યું હતું કે, આ અફવાઓ મીડીયાએ ફેલાવી છે.
જો કે, શ્રે ખેલાડી ગણાતા દ્રવિડનો દેખાવ આ શ્રેણીમાં સારો રહ્યો નથી. તેણે વન ડે અને ટવેન્ટી–૨૦માંથી નિવૃતિ લઈ લીધી છે. લમણની રમત સામે પણ પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે અને તેંડુલકર પણ ખુબ જ દબાણ હેઠળ રમતો જણાયો છે તેના પર ૧૦૦મી સદીનું દબાણ હોઈ શકે છે.