ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર ગ્લેન મેકગ્રાએ ઓસ્ટ્રેલિયા ટીમ ભારત વિદ્ધ ટેસ્ટ શ્રેણી ૪–૦થી જીતશે તેવી ભવિષ્યવાણી કરી દીધી છે. હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં યજમાન ટીમ ૧–૦થી આગળ છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કાંગાઓએ ધોનીસેનાને ૧૨૨ રને કારમો પરાજય આપ્યો હતો. મેકગ્રાએ એક દિવસ પહેલા ઓસ્ટ્રેલિયા ૩–૦થી જીતશે તેવી વાત કહી હતી. પરંતુ તેનું કહેવું છે કે શ્રેણીમાં હવે ત્રણ ટેસ્ટ મેચ રમાવાની છે માટે નિશ્ચિત રીતે તેની ટીમ ભારત વિદ્ધ ૪–૦થી જીત હાંસલ કરશે. તેનું કહેવું છે કે આ સમયે તેની ટીમ સા પ્રદર્શન કરી રહી છે અને ખેલાડીઓએ તેને પોતાના પ્રદર્શનથી ઘણો પ્રભાવિત કર્યેા છે. મેકગ્રાએ કહ્યું છે કે ટીમના ખેલાડીઓ હાલમાં જે રીતે પ્રદર્શન કરી રહ્યા છે તેનાથી હત્પં પ્રભાવિત છું. મને લાગે છે કે એક ટીમને સારી બનાવવા માટે તેનું બોલિંગ આક્રમણ મહત્વનો ભાગ ભજવે છે. તમે જોઈ શકો છો કે વર્તમાનમાં જે પ્રકારનું બોલિંગ આક્રમણ છે તેનાથી અન્ય ખેલાડીઓમાં પણ આત્મવિશ્વાસ પાછો આવ્યો છે