Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
National All News ૦૩/૦૧/૨૦૧૨ (મંગળવાર)
 

રણજી ટ્રોફી: ગુજરાત છોડી હરિયાણા માટે રમતા હર્ષલ પટેલ ૮ શિકાર કર્યા

     
 

 

Top of page

ગુજરાતની અંડર–૧૯ ટીમનો ખેલાડી અને ભારત માટે અંડર–૧૯ વલ્ર્ડ કપમાં રમી ચૂકયો હોવા છતાં ગુજરાતની રણજી ટ્રોફી ટીમમાં તક નહીં મળતા આ સિઝનથી હરિયાણા માટે રમી રહેલા હર્ષલ પટેલે સોમવારે કણોટક સામેની રણજી ટ્રોફી કવાર્ટર ફાઇનલમાં આઠ વિકેટ ખેરવીને તરખાટ મચાવી દીધો હતો. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્રારા સતત અવગણના પામેલા હર્ષલે પોતાની બોલિંગ દ્રારા ગુજરાતના પસંદગીકારોને જવાબ આપી દીધો હતો. કણોટકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ પ્રારંભથી જ હર્ષલ પટેલ ત્રાટકયો હતો અને તેણે હરીફ ટીમના એકેય બેટસમેનને ટકવા દીધો ન હતો. ૨૧ વર્ષીય હર્ષલે ૧૬.૫ ઓવરમાં માત્ર ૪૦ રન આપીને આઠ વિકેટ ખેરવી હતી જેને કારણે કણોટકની મજબૂત મનાતી ટીમ માત્ર ૧૫૧ રનમાં આઉટ થઈ ગઈ હતી. કણોટક માટે માત્ર રોબિન ઉથપ્પા ૩૫ રન નોંધાવી શકયો હતો. પ્રથમ દિવસની રમતના અતં સુધીમાં હરિયાણાએ વિના વિકેટે ૧૨૦ રન નોંધાવી દીધા હતા.

 
fpô²$ue AÞe kdpQpfp¡
 

NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.