ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશને ભારતીય રમતવીરો પર વિશ્ર્વાસ પ્રગટ કરીને સોમવારે એવી આશા વ્યકત કરી હતી કે ૨૦૦૮ના બેઇજિંગ ઓલિમ્પિક કરતાં ભારતને લંડન ઓલિમ્પિકસમાં વધારે મેડલ મળશે. આ માટે આઇઓએએ ભારતના ખેલાડીઓને શકય એટલી તમામ મદદ કરવાનું પણ વચન આપ્યું હતું. એસોસિયેશનના કાર્યકારી પ્રમુખ વિજયકુમાર મલ્હક્ષેત્રાએ જણાવ્યું હતું કે અમને આશા છે કે બેઇજિંગમાં મળેલા ત્રણ મેડલની સરખામણીએ ભારતને આ વખતે લંડનમાં વધુ મેડલ મળશે. ભારત ૧૫ રમતોમાં ભાગ લેવાનું છે જેમાંથી તીરંદાજી, બોકિંસગ, કુસ્તી, શૂટિંગ, હોકી, વેઇટલિિટગં અને બેડમિન્ટનમાં તો ભારત પાસેથી એક મેડલની તો અપેક્ષા રાખી શકાય તેમ છે. આ તમામ રમતોમાં ભારતે તાજેતરમાં શ્રે દેખાવ કરેલો છે તથા કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભારતનો દેખાવ શ્રે રહ્યો હતો