વલ્ર્ડ હોકી સિરિઝના ચેમ્પિયનને રૂપિયા ચાર કરોડનું રોકડ ઇનામ
ભારતમાં આઇપીએલ સ્ટાઇલ પર યોજાઇ રહેલી વલ્ર્ડ હોકી સિરિઝની વિજેતા ટીમને રૃપિયા ચાર કરોડનું રોકડ ઇનામ એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ખેલાડીઓને પ્રભાવક દેખાવ બદલ જંગી ઇનામી રકમ એનાયત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામા આવી છે. ભારતમાં યોજાનારી વલ્ર્ડ હોકી સિરિઝમા વિશ્વભરના ૨૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લેવાના છે.આયોજકોએ દાવો કર્યેા છે કે તેઓ હોકી વિશ્વમાં સૌથી મોટી રકમ રોકડ ઇનામ તરીકે વહેંચવા જઇ રહ્યા છે. વલ્ર્ડ હોકી સિરિઝમાં ઓવરઓલ ૧૦ કરોડ જેટલા રોકડ ઇનામો વહેંચવામાં આવશે. યુરો હોકી લીગમાં અપાતા ઇનામ કરતાં ભારતમાં યોજાનારી વલ્ર્ડ હોકી લીગનું ઇનામ આશરે ૩૦ ગણુ વધારે છે.