લિજેન્ડરી ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્ને મંગળવારના રોજ કહ્યું છે કે જમવાનું બનાવતા સમયે હાથે દાયો હોવા છતાં તે ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટી૨૦ લીગ બિગ બેશમાં રમશે. વોર્નના હાથ પર પટ્ટી બાંધવામાં આવી છે. પરંતુ દિગ્ગજ બોલરે કહ્યું છે કે શનિવારે રાત્રે બિગ બેશમાં સિડની થંડર સામે રમાનારી મેચમાં તેનું મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમવું ૯૫ ટકા નક્કી છે. તેણે પત્રકારોને જણાવ્યું છે કે શનિવાર સુધી આ ઠીક થઈ જશે. ખાવનું બનાવતા સમયે ડાબો હાથ અને આંગળીયો દાઝી ગઈ હતી.