સાબરકાંઠાના બાબુભાઇ પનોચાએ વલ્ર્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપ અને ૨૦૧૨–લંડન ઓલિમ્પિકસની ૨૦ કિલોમીટર વોક માટે કવોલિફાઇ કરી બમણી સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતમાંથી કોઇ એથ્લેટે ઓલિમ્પિકસ માટે કવોલિફાઇ કયુ હોય તેવું સૌપ્રથમ વાર બન્યું છે. બાબુભાઇ આઇએએએફ વલ્ર્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપ માટે સતત બીજી વાર કવોલિફાઇ કયુ છે. ૨૦૦૯માં ર્બિલન ખાતે યોજાયેલી વલ્ર્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં બાબુભાઇ ૧૯મા ક્રમે આવ્યા હતા. આ વખતે વલ્ર્ડ ચેમ્પિયનશિપ ૨૭ ઓગસ્ટથી દક્ષિણ કોરિયા ખાતે યોજાશે. ડબલીન ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ગ્રાં.પ્રી. ઓફ રેસ વોકિંગમાં બાબુભાઇએ ૧:૨૩:૦૪ સાથે પોતાનો શ્રે અંગત દેખાવ કર્યેા હતો અને ૧૧મું સ્થાન હાંસલ કયુ હતું. આ સાથે જ બાબુભાઇએ ઓલિમ્પિકસ માટે બી કવોલિફિકેશન મેળવ્યું છે. બાબુભાઇ ઉપરાંત નેશનલ ગેમ્સના ચેમ્પિયન ગુરમીતસિંહે પણ ઓલિમ્પિકસ માટે કવોલિફાઇ કયુ છે.