વર્લ્ડકપ વિજેતા બનેલી ટીમ ઇન્ડિયાના બે ગુજરાતી ખેલાડીઓની ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એકલવ્ય એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. યુસુફ પઠાણ વડોદરામાં રહે છે જયારે મુનાફ પટેલ ભરૂચ પાસેના ઇખરમાં રહે છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમ ઇન્ડિયા વિજેતા બની કે તુરંત જ ગુજરાતના આ બન્ને ખેલાડીઓને એકલવ્ય પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. આ પુરસ્કારમાં એક લાખ રૂપિયા રોકડા, મોમેન્ટો અને સન્માન પત્રનો સમાવેશ થાય છે.
મોદીએ જણાવ્યું હતું કે દેશની સાથે સાથે ગુજરાતને પણ ગૌરવ અપાવનાર આ બન્ને ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રના આ સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવશે.