Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
News Section
  ગુજરાત
  રાષ્ટ્રીય
  આંતરરાષ્ટ્રીય
  ખેલ-જગત
  રાજકોટ આવૃતિ
  અમદાવાદ આવૃતિ
  જામનગર આવૃતિ
  ભાવનગર આવૃતિ
  પોરબંદર આવૃતિ
  ભૂજ-કચ્છ આવૃતિ
 
Archives
 
Sports All News 31/08/2011 (by^hpf)
 

યુએસ ઓપનમાં નડાલ અને જેકોવિકની બીજા દોરમાં કૂચ

     
 

વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ સ્પર્ધા યુએસ ઓપનનો નંબર એક ખેલાડી નોવાક જેકોવિક અને પૂર્વ નંબર એક ખેલાડી રાફેલ નદાલ સફળ જીત મેળવીને બીજા રાઉન્ડમાં આગેકૂચ કરી હતી. નડાલે સીધા સેટોમાં હરીફ ખેલાડીને હાર આપી હતી. નડાલે ૬-૩, ૭-૬, (૭-૧), ૭-૫થી એન્ડ્રે ગોલુબેઉને હાર આપી હતી. બીજી બાજુ નંબર એક ખેલાડી નોવાક જેકોવિકને પ્રથમ રાઉન્ડની મેચમાં દરેક ખેલાડી ઈજાગ્રસ્ત થતા આસાન જીત મળી હતી. આયર્લેન્ડનો નીલેન્ડ ૬-૦, ૫-૧થી પાછળ હતો ત્યારે ઈજાગ્રસ્ત થતા મેચ અધવચ્ચેથી પડતી મુકી હતી. જેના પરિણામે જેકોવિકે સરળ જીત હાંસલ કરી હતી.
બીજી બાજુ રશિયાના ડેવિડ એન્કોએ ક્રોએશિયાના ડોડિકને ૬-૭, ૬-૩, ૬-૦, ૨-૬, ૬-૨થી હાર આપીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આર્જેન્ટીનાના નાલબેડીયને અમેરિકાના રેનોલ્ડસને ૪-૬, ૬-૩, ૬-૪, ૬-૩થી હાર આપીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
મહિલા સિંગલ્સમાં નંબર એક ખેલાડી વોઝાનિયાકીએ સ્પેનની વિવેશને ૬-૩, ૬-૧થી હાર આપીને પોતાનું અભિયાન ધમાકેદાર શરૂ કર્યું હતું.
રશિયાની ૧૫મી ક્રમાંકિત ઉઝનેકસોવાએ ઈટાલીની પીરાનીને ૭-૫, ૬-૧થી હાર આપી હતી. ચોથી ક્રમાંકિત બલ્ગેરીયાની અજાનેકાએ સ્વીડનની લાર્સોનને ૬-૧, ૬-૩થી આસાન હાર આપી હતી. પૂર્વ નંબર એક અને ગત વર્ષની ચેમ્પિયન સરેના વિલિયમ્સે સાલ્વિયાની જોવાનોવોસ્કીને ૬-૧, ૬-૧થી હરાવીને આસાન જીત મેળવી હતી.

Top of page
M¡g-S>Ns_p AÞe kdpQpfp¡
 
  
NyS>fpsfpô²$ueAp„sffpô²$ueM¡g-S>Ns
h^y kdpQpfp¡
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.