Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
Aap ni Aaj
Happy Birth Day
 
Happy Birth Day ૦૪/૦૨/૨૦૧૨ (શનિવાર)

 

'રૂડા' કચેરી યુનિટ–૩ના ટાઉન પ્લાનીંગ ઓફિસર જી.એ.પંડયાનો આજે જન્મદિન

 
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા)ના યુનિટ–૩ના ટાઉન પ્લાનીંગ ઓફિસર ઘનશ્યામભાઈ પંડયાનો આજે જન્મદિવસ છે. તા.૪–૨–૧૯૫૫ના રોજ જન્મેલા ઘનશ્યામભાઈ આજરોજ સફળ જીવનયાત્રાના ૫૭ વર્ષ પૂર્ણ કરી ૫૮મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે.
વર્ષ ૧૯૭૫માં ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ ૧૯૭૯થી તેઓ ટાઉન પ્લાનીંગ વિભાગમાં જોડાયા હતા અને બ્રાંચ ઓફિસ તેમજ રિજિયોનલ ઓફિસમાં ફરજ બજાવી
 
હતી. જયારે ૧૯૮૮થી ૧૯૯૧ દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનની ટાઉન પ્લાનીંગ બ્રાંચમાં ફરજ બજાવી હતી. ૧૯૯૧થી ૧૯૯૭ દરમિયાન રાજકોટ સ્ટેમ્પ ડયુટી કચેરીમાં તેમજ ૨૦૦૪થી ૨૦૦૭ દરમિયાન અમરેલી અને જામનગરમાં પ્રશંસનીય કામગીરી કરી બતાવી હતી. જયારે ૧૯૯૮થી ૨૦૦૩ દરમિયાન રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તેમજ ૨૦૦૭થી ૨૦૦૯ દરમિયાન શહેરી વિકાસ વિભાગ ગાંધીનગરમાં તેમણે કાબિલેદાદ કામગીરી કરી બતાવી હતી. જયારે ૨૦૦૯થી તેઓ રૂડામાં યુનિટ–૩ના ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તાજેતરમાં તેઓની ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયોનલ ડેવલપમેન્ટ ઓથોરેટીના સિનિયર ટાઉન પ્લાનર તરીકે પણ નિમણૂંક કરાઇ છે.
ટાઉન પ્લાનીંગ વિભાગમાં ૩૩ વર્ષનો સુદીર્ઘ અનુભવ અને કારકિર્દી ધરાવતા ઘનશ્યામભાઈ પંડયા ટાઉન પ્લાનીંગ ઉપરાંત, જંત્રી, વિકાસ યોજના, ટી.પી. સ્કીમ, સ્ટેમ્પ ડયુટી વેલ્યુએશન, ૨૦૦૧માં કચ્છ ભૂકંપમાં કામગીરી તેમજ સરકારમાં પ્રોજેકટની કામગીરી પણ કરી ચૂકયા છે. ટાઉન પ્લાનીંગ વિભાગમાં ફરજ બજાવવાની સાથે સાથે તેમણે શૈક્ષણિક અભ્યાસ પણ સતત ચાલુ રાખ્યો છે. તેઓ એમ.ફીલ., એલ.એલ.બી. અને જર્નાલીઝમની ડિગ્રી પણ ધરાવે છે. તેઓ ટાઉન પ્લાનીંગ ડિપાર્ટમેન્ટ ઓફિસર્સ યુનિયનના કારોબારી સભ્ય છે. રાજકોટ શહેરની વર્ષેા જુની અને જાણીતી છોટુનગર સોસાયટીના પ્રમુખ પદે તેઓ કાર્યરત છે અને આ ઉપરાંત ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજના ઉપપ્રમુખ તરીકે તેમજ સમાજના મુખપત્રના તંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.
આજે તેમના જન્મદિવસે 'આજકાલ' પરિવારે હાદિર્ક શુભકામનાઓ પાઠવી છે. તેમના મોબાઈલ નંબર ૯૪૨૭૫ ૬૩૩૮૫ અને ૯૮૨૫૫ ૪૮૪૭૦ છે.
     
 
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.