ઉડતા ગુજરાત: અ’વાદમાંથી ઝડપાયું 1 કરોડની કિંમતનું ચરસ

May 26, 2018 at 1:23 pm


ગુજરાતમાં નશાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેની સામે યુવાધનને નશાખોરીથી બચાવવા તંત્ર પણ સજાગ થયું હોય તેમ જણાઈ રહ્યું છે. આ દિશામાં આજે એનસીબીની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. આજે એનસીબીની ટીમએ બાતમીના આધારે તપાસ ગોઠવી અમદાવાદમાંથી ૨ શખ્સોને ૧ કરોડની કિંમતના ચરસના જથ્થા સાથે ઝડપી લીધા છે.

આ અંગે મળતી વિગતોનુસાર આજે અમદાવાદના વૈષ્ણવ દેવી સર્કલ ખાતેથી એનસીબીની ટીમએ બે શખ્સોની ધરપકડ કરી છે. આ બંને શખ્સો ૧૦ કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયા હતા. બંને શખ્સો આ ચરસનો જથ્થો કાશ્મીરથી લાવ્યા હતા. જો કે હાલ જાણવા મળ્યું નથી કે આ જથ્થો ગુજરાતમાં ક્યાં લઈ જવાનો હતો અને કોણે આ ચરસ ગુજરાતમાં મંગાવ્યું હતું. ૧૦ કિલો ચરસની કિંમત ૧ કરોડ હોવાનું સ્પષ્ટ થયું છે. હાલ તો બંને શખ્સોની ધરપકડ કરી અને પુછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL