ચક દે ઈન્ડિયાઃ હોકીમાં હાેંગકાેંગને 26-0થી રગદોળ્યુંઃ 86 વર્ષનો રેકોર્ડ તોડ્યો

August 22, 2018 at 4:26 pm


એશિયગ ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમ એક પછી એક કમાલ કરી રહી છે. આજે પણ શાનદાર પ્રદર્શન યથાવત રાખતા ભારતીય હોકી ટીમે હાેંગકાેંગને 26-0નાં મોટા અંતરથી પરાજય આપ્યો છે. આ સાથે જ ભારતે 1932નો પોતાનો રેકોર્ડ તોડéાે છે. ભારતે ગત મેચમાં નાેંધાવેલો 17-0 નો રેકોર્ડ માત્ર બે જ દિવસમાં તોડéાે છે. આજની મેચમાં ભારતે આક્રમક રમત દાખવી હતી. ભારત શરુઆતથી જ હાેંગકાેંગ પર પ્રભાવ જમાવી દીધો હતો. આ મેચમાં ભારતના 9 ખેલાડીઆે ગોલ ફટકાર્યા હતાં. ભારતીય હોકીના ઈતિહાસમાં 86 વર્ષ બાદ આ સિિÙ નાેંધાઈ છે. આ જીત ભારતની સૌથી મોટી જીત છે.

ભારતનો ચોથો ગોલ્ડ, શૂટર સરનોબતનું ગોલ્ડ પર નિશાન

ભારતની યુવા મહિલા નિશાનેબાજ રાહી જીવન સારનાબોતે 18મી એશિયન ગેમ્સના ચોથા દિવસે બુધવારે 25 મિટર પિસ્ટોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. રાહીને ખુબ રોમાંચક મુકાબલામાં થાઇલેન્ડની નાપશાવાનને શૂટઆેફમાં 3-2થી હરાવી. બંન્ને ખેલાડીઆેનો સ્કોર 34-34 પર બરાબર હતો. ત્યારબાદ શૂટઆેફમાં વિજેતાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાહી એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે. આ રાહીનો આ સ્પર્ધામાં પ્રથમ ગોલ્ડ મેડલ છે. દક્ષિણ કોરિયાની કિમ મિનજુંગ ત્રીજા સ્થાન પર રહીને બ્રાેન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. ભારતની મનુ ભાકેર 16નો સ્કોર કરીને છઠ્ઠા સ્થાન પર રહી છે.

print

Comments

comments

VOTING POLL