નોંધી લો પિઝા બેઝ ઘરે બનાવવાની સૌથી સરળ રીત

July 27, 2018 at 6:38 pm


સામગ્રી
મેંદો- ૨ કપ
ડ્રાય યીસ્ટ- ૧ ટીસ્પૂન
તેલ- 1 ચમચી
ખાંડ- 1 ચમચી
મીઠું- સ્વાદાનુસાર

રીત

સૌથી પહેલા હુંફાળા પાણીમાં ઈસ્ટને મીક્ષ કરો. તેને ઢાંકીને સાઈડ પર રાખી દો. 5 મિનિટમાં ઈસ્ટ એક્ટિવ થઈ જાશે ત્યાર બાદ એક બાઉલમાં મેંદો લઈ તેમાં ઈસ્ટ, ખાંડ, તેલ, મીઠું ઉમેરી અને સારી રીતે મીક્ષ કરો, જરૂર પડે તો વધારે પાણી પણ ઉમેરો અને નરમ કણક બાંધો. બાંધેલી કણકને 1 કલાક સુધી ઢાંકીને રાખી દો. લોટ જ્યારે ફુલી જાય ત્યારે તેમાંથી એક લુઓ લઈ તેને હાથથી થેપી અને રોટલાનો આકાર આપી પ્રીહીટેડ ઓવનમાં ૧૮૦° સે તાપમાન પર ૫ મિનિટ સુધી બેક કરી લો. જરૂર જણાય તો ફરીથી પાંચ મિનિટ મુકી શકો છે.

print

Comments

comments

VOTING POLL