સફેદવાળની સમસ્યાને દૂર કરવા અજમાવો ઘરગથ્થુ ઉપાય

July 30, 2018 at 5:28 pm


આધુનિક જીવનશૈલીના કારણે નાની ઉંમરમાં સફેદ વાળ થવાની સમસ્યા વધી છે. ભોજનમાં ખાટુ, તેલવાળું અને વધુ પડતાં તીખા ખોરાક ખાવાથી પણ આ સમસ્યા વધે છે. તો ચાલો આ સમસ્યાને દૂર કેવી રીતે કરવી તેના વિશે પણ તમને જણાવી દઈએ.

– સુકા આમળાના પાણીને ઉકાળી લો. આ પાણી અડધુ રહી જાય ત્યાં સુધી ઉકાળો. તેમાં મહેંદી અને લીંબુના રસને ભેળવીને વાળમાં લગાવો. મનાય છે કે આવું કરવાથી અકાળે વાળ સફેદ થતા અટકી જાય છે.

-મેથીના દાણાને પીસીને મહેંદીમાં ભેળવી દો. તેમાં તુલસીના પાનનો રસ તેમજ સુકી ચાની પત્તીઓની ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળમાં લગાવી બે કલાક સુધી રાખો.

-1/2 કપ નારિયેલ તેલ કે ઓલિવ ઓઈલને હળવું ગરમ કરી લો. તેમાં 4 ગ્રામ કપુર ભેળવી લો. જ્યારે કપુર સંપૂર્ણપણે ઓગળી જાય એ પછી તે તેલથી માલિશ કરો. અઠવાડિયામાં એકવાર આની માલિશ જરૂર કરવી જોઈએ.

– વાળમાં અઠવાડિયામાં એકવાર તલનું તેલ જરૂર લગાવવું જોઈએ. આ તેલના સતત ઉપયોગથી વાળ ખરવાનું બંધ થશે અને સફેદવાળની સમસ્યા પણ દૂર થશે.

print

Comments

comments

VOTING POLL