આઈડિયાએ રજૂ કર્યો જોરદાર પ્લાન, જાણી લો વિગતો
July 24, 2018 at 5:52 pm
આઈડિયાએ તેનાગ્રાહકો માટે એક નવો પ્લાનનો રજૂ કર્યો છે. જેમાં ગ્રાહકોને 595 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ વોયસ કોલિંગ, ડેટાનો લાભ 112 દિવસ માટે મળશે. આ અગાઉ કંપનીએ 227 વાળો પ્રીપેડ પ્લાન રજૂ કર્યો હતો જેમાં 28 દિવસોની વેલીડિટી સાથે રોજ 1.4GB ડેટા અને અનલિમિટેડ કોલની સુવિધા આપવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે આઈડિયાએ મે માસમાં 2.5 મિલિયન સબસ્ક્રાઇબર્સ ગુમાવી દીધા છે. તેથી હવે આઈડિયાએ 595 વાળો લોંગ ટર્મ પ્લાન લોન્ચ કર્યો છે.