IND v/s SA ટી-20 ભારતનો 7 રનથી શાનદાર વિજય, શ્રેણી 2-1થી જીતી

February 25, 2018 at 12:27 pm


બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટી-20 મેચમાં 7 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરનાર દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં6 વિકેટે 165 રન બનાવી શક્યું હતું. આ સાથે ભારતે ત્રણ મેચની ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી છે.ભારતે વન-ડેમાં 5-1થી વિજય મેળવ્યો હતો. ટીમ ઇન્ડિયાએ સતત ત્રીજી ટી-20 શ્રેણી જીતી છે. આ પહેલા ભારતે શ્રીલંકા સામે 3-0થી અને ન્યૂઝીલેન્ડ સામે 2-1થી વિજય મેળવ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી ડુમિનીએ 55 અને જોન્કરે 24 બોલમાં આક્રમક 49 રન બનાવ્યા હતા. રોહિત શર્મા ફરી એક વખત ફ્લોપ રહેતા 11 રન બનાવી ડાલાનો શિકાર બન્યો હતો.ધવન (47) અને રૈના (43)એ બીજી વિકેટ માટે 65 રનની ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. રૈના 27 બોલમાં 5 બાઉન્ડ્રી અને 1 સિક્સર સાથે 43 રન બનાવી શમસીની ઓવરમાં આઉટ થયો હતો. મનીષ પાંડે ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 13 રને વિકેટ ગુમાવી હતી. ધવને 40 બોલમાં 3 બાઉન્ડ્રી સાથે 47 રન બનાવ્યા હતા. મહેન્દ્રસિંહ ધોનીએ 12 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના ડાલાએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.

print

Comments

comments

VOTING POLL