ભારતીય કોલેજિયનો દિવસમાં 150 વાર સ્માર્ટફોન ચેક કરે છે
ભારતની બે સંસ્થાએ કરેલા સર્વેક્ષણ અનુસાર ભારતમાં કોલેજના વિદ્યાર્થીઆે રોજ સરેરાશ 150થી વધુ વખત સ્માર્ટફોન ચેક કરતા હોય છે. આ સર્વેક્ષણ દેશની વીસ યુનિવસિર્ટીમાં કરવામાં આવ્યું હતું અને એ માટે 200 વિદ્યાર્થીઆેના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર કોઇ માહિતી ચૂકી ન જવાના ભયને કારણે યુનિવસિર્ટીના વિદ્યાર્થીઆે દિવસમાં સરેરાશ 150થી વધુ વખત સ્માર્ટફોન ચેક કરતા હોય છે અને એની માઠી અસર એમના સ્વાસ્થ્ય અને શિક્ષણ પર પડતી હોય છે. ફક્ત 26 ટકા વિદ્યાર્થીઆેએ જ એવું જણાવ્યું કે તેઆે સ્માર્ટફોનનો ઉપયોગ ફોન કરવા માટે કરે છે. બાકીના બધા જ વિદ્યાર્થીઆે ફોનનો ઉપયોગ સોશિયલ નેટવર્કિંગ સાઇટ એક્સેસ કરવા માટે, ગુગલ સર્ચ માટે અને ફિલ્મો જોવા જેવી પ્રવૃિત્તઆે માટે કરે છે. ફક્ત 14 ટકા જેટલા વિદ્યાર્થીઆે દિવસમાં ત્રણ કલાક કે એથી આેછા કલાક અને 63 ટકા જેટલા વિદ્યાર્થીઆે રોજના ચારથી સાત કલાક સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આઘાતજનક બાબત એ જાણવા મળી કે 23 ટકા વિદ્યાર્થીઆે આઠ કલાક કે એથી વધુ કલાક ફોનનો ઉપયોગ કરે છે.