IPL પર પણ નોટબંધીનો માર: સ્પોન્સરશિપના ફાંફા

February 15, 2017 at 1:42 pm


દેશની સૌથી ફાયદાકારક ક્રિકેટ ટૂનર્મિેન્ટ આઈપીએલ ટી-20 ઉપર બીસીસીઆઈમાં ચાલી રહેલી ઉથલપાથલ અને ખાસ કરીને નોટબંધીની અસર પડી રહી છે. આ વર્ષે આઈપીએલની દસમી સિઝન 5મી એપ્રિલથી શ થઈ રહી છે અને તેને લઈને માર્કેટિંગ સાથે જોડાયેલી હલચલ નહીં બરાબર છે. અત્યાર સુધી કોઈ મોટી સ્પોન્સરશીપ અથવા માર્કેટિંગ ડિલની જાહેરાત થઈ નથી. ગત વર્ષે મોટી ડિલની જાહેરાત ફેબ્રુઆરીની શઆતથી જ થઈ ચૂકી હતી.
એડ એજન્સી દેત્સુ એજિસ નેટવર્કના ચેરમેન આશીષ ભસીને કહ્યું કે બીસીસીઆઈ ખુદ મુશ્કેલીમાં છે અને તેનાથી આઈપીએલની માર્કેટિંગ ઉપર અસર પડી રહી છે. આ સાથે જ નોટબંધીને કારણે કંપ્નીઓ પણ ખર્ચને લઈને વધુ સતર્ક બની ચૂકી છે.
ગત વર્ષે આઈપીએલે લગભગ 2500 કરોડ પિયાનું કમાણી કરી હતી. જેમાં એડ સેલ્સ અને સ્પોન્સરશિપ્નો સમાવેશ થતો હતો. બ્રોડકાસ્ટ રાઈટસ હોલ્ડર સાની પિક્ચર્સને એડ સેલ્સથી અંદાજે 1100 કરોડ પિયાની કમાણી થઈ હતી.
મૈડિસીન વર્લ્ડના ચેરમેન સૈમ બલસારાએ કહ્યું કે જનરલ મૂડ ઘણો ફીક્કો દેખાઈ રહ્યો છે. અમે હજુ પણ નોટબંધીની અસરમાંથી બહાર આવી રહ્યા છે અને લોકો મોટા વાયદા કરવાથી બચી રહ્યા છે. મજબૂત ગ્રોથ રેટ પરત મેળવવા માટે થોડો સમય લાગી જશે. બીસીસીઆઈના સંકટની પણ અસર પડી રહી છે.
જો કે સાથોસાથ બલસારાએ એવું પણ કહ્યું કે દેશમાં ક્રિકેટની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતાં આવનારા સમયમાં આઈપીએલને લઈને હલચલ વધવાની આશા છે. આ અંગે બીસીસીઆઈના સીઈઓ રાહલ જોહરીને મોકલાયેલા પ્રશ્ર્નોના જવાબ હજુ મળ્યા નથી.
આઈપીએલમાં જાહેરાત આપ્નારામાં બેવરેજેસ ઈન્ડસ્ટ્રીનું મોટું યોગદાન રહે છે કેમ કે આ ટૂનર્મિેન્ટ ગરમીમાં યોજાય છે. બેવરેજેસ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટીવે જણાવ્યું કે અત્યાર સુધીમાં માર્કેટિંગની ઝડપ ઘણી ધીમી છે. અમે અત્યાર સુધી અમારો પ્લાન ફાઈનલ નથી કર્યો.
ગત વર્ષે આઈપીએલ ઉપર 20 કરોડ પિયાનો ખર્ચ કરનારી મેન્સવિયર બ્રાન્ડ સ્પાઈકર લાઈફસ્ટાઈલનું કહેવું છે કે તેઓ આઈપીએલનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવા માટે જરી ખર્ચ કરશે. સ્પાઈકરના સીઈઓ સંજય વખારીયાએ કહ્યું કે ક્રિકેટ અને ખાસ કરીને આઈપીએલ ભારતીય દર્શકો વચ્ચે એટલો મજબૂત છે કે આ પ્રકારની ઘટનાઓનો ટૂનર્મિેન્ટ પર અસર પડવી મુશ્કેલ છે. ઉપરી સ્તર પર થનારા બદલાવોથી ભારતીય ક્રિકેટ પર મોટી અસર નહીં પડે.બીસીસીઆઈએ 2018થી આગળના સમય માટે ટેલિવિઝન અને ડિઝિટલ રાઈટસ માટે ટેન્ડર આપ્યું છે અને તેનાથી 18 હજારથી 30 હજાર કરોડ પિયાની કમાણી થવાનું અનુમાન છે.

print

Comments

comments

VOTING POLL