IPL 2018: રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓને લેગ બ્રેકર સાઈરાજ આપશે કોચિંગ

March 1, 2018 at 10:52 am


ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝન માટે રાજસ્થાન રોયલ્સની ટીમએ સાઈરાજ બહુતુલેને સ્પિન બોલિંગ કોચ નિયુક્ત કર્યા છે. ટીમની સ્પિન બોલિંગ સ્ટ્રોંગ બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 45 વર્ષીય સાઈરાજ લેગ બ્રેક બોલર તરીકે પ્રખ્યાત છે અને તે ટીમ ઈન્ડિયા માટે રમી ચુક્યા છે. મુંબઈના સાઈરાજે 2 ટેસ્ટ અને 8 વન ડેમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યુ છે. રાજસ્થાન રોયલ્સની કોચિંગ ટીમનું નેતૃત્વ જુબિન બારુચા કરી રહ્યા છે અને હવે કોચિંગ સ્ટાફમાં સાઈરાજનો પણ સમાવેશ થયો છે. આઈપીએલ 2018માં રાજસ્થાન રોયલ્સની ટીમની કેપ્ટનશીપ ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથ કરશે.

print

Comments

comments

VOTING POLL