ધ્રોલ પોલીસ સ્ટેશન સામે બ્લાસ્ટ :દારુ સહિતનો મુદ્દામાલ રાખેલી રૂમના ફડચા ઉડી ગયા, જુઓ video

June 13, 2018 at 6:45 pm


જામનગરના ધ્રોલ ખાતે આજે બપોરના સમયે પોલીસ સ્ટેશન સામે આવેલી મુદ્દામાલ રાખવાની રૂમમાં પ્રચંડ બ્લાસ્ટ થતા અફડાતફડી મચી ગઈ હતી. ધડાકો થવાના કારણે 3 પોલીસ કર્મી ઘાયલ થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે આ રૂમમાં પોલીસએ જપ્ત કરેલી દારુની બોટલ અને અન્ય મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઓરડીનું અસ્તિત્વ જ રહ્યું નથી.

print

Comments

comments

VOTING POLL