એસ્સાર આેઈલ લિ. એ ડ્રાઈવર્સ-કલીનર્સ માટે આરોગ્ય ચકાસણી અને સુરક્ષાની તાલીમ અર્થે કેમ્પ યોજયો

March 6, 2018 at 10:31 am


એસ્સાર આેઈલ લિ. હંમેશા સેફટી ફસ્ર્ટના મહત્વને િસ્વકારતી આવી છે, ત્યારે આ બાબતને ખરા અથર્માં સાકાર કરવા કંપનીએ વાડીનાર રિફાઈનરી સાથે સંકડાયેલા ટેન્કર-ટ્રક ડ્રાઈવર્સ તથા કલીનર્સની સુરક્ષ્ાા તથા આરોગ્ય અંગે તકેદારી લેવા ત્રિદિવસીય જાગૃતિ અભિયાન હાથ ધરી વિવિધ કાર્યક્રમોનું આયોજન ક્ર્યું હતું.

પેટ્રાેલિયમ પ્રાેડકટસના પરિવહન સાથે સંકડાયેલા ટેન્કર-ટ્રક ચલાવતા ડ્રાઈવર્સ તથા કલીનર્સને તેઆેની સુરક્ષ્ાા તથા આરોગ્ય બાબતે કઈ કાળજી રાખવી જાેઈએ તેની સમજ આપવા એસ્સાર આેઈલ લિ.ના સપ્લાય એન્ડ ડીસ્પેચ વિભાગ દ્વારા ત્રણ દિવસ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ રિફાઈનરીના આેપરેશન હેડશ્રી શ્યામા માજીએ કરાવ્યો હતો. જેમાં આશરે એક હજારથી વધુ ડ્રાઈવર્સ તથા કલીનર્સને તાલીમ અપાઈ હતી. આ જાગૃતિ અભિયાનમાં આરોગ્ય ચકાસણી તથા તેના મહત્વ અંગેના કાર્યક્રમમાં ડ્રાઈવર્સ તથા કલીનર્સની સામાન્ય આરોગ્ય ચકાસણીની સાથે સાથે આંખનું નિદાન, કાન, નાકની તપાસણી અને જરુર પડયે વિશેષ્ા તબીબી પરિક્ષ્ાણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત જરુરિયાત મુજબનું વધુ માર્ગદર્શન આપવા માટે પ્રશિિક્ષ્ાત સંસ્થાની સેવા ઉપલબ્ધ કરાવાઈ હતી.

આગ અને સુરક્ષ્ાા તાલીમ દરમિયાન સુરિક્ષ્ાત ડ્રાઈવીગ, પેટ્રાેલિયમ પ્રાેડકટસનું સુરિક્ષ્ાત પરિવહન કઈ રીતે કરવું, ફાયર ફાઈટીગ તેમજ મોકડ્રીલ મારફતે સમજણ આપવામાં આવી હતી. ડ્રાઈવર્સ-કલીનર્સમાં આરોગ્ય અંગે જાગૃતિ આવે એ અથર્ે તપાસણી બાદ 100થી વધુને ભેંટ અપાઈ હતી. કેમ્પમાં લાભ મેળવનારા મોટાભાગના ડ્રાઈવર્સ-કલીનર્સે એસ્સાર આેઈલ લિ.ના પ્રાેત્સાહક કાર્યને આવકાર્યું હતું. ચકાસણી બાદ ડ્રાઈવર્સ-કલીનર્સના મનમાં આરોગ્ય અંગે ઉદભવેલા પ્રïનોનું નિરાકરણ પણ સ્થળ પર લાવવામાં આવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL