Jamnagar Lattest News

 • IMG-20180913-WA0004
  આેખા સિંધી સમાજ દ્વારા દરિયાલાલ મંદિરે જુલેલાલ સાઇ ચાલીસાનો કાર્યક્રમ યોજાયો

  આેખામાં દર વર્ષની જેમ સિંધી સમાજ દ્વારા શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં જુલેલાલ શાઇ ચાલીસાનો ધામિર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 40 દિવસ સુધી દરરોજ સાંજે મહિલાઆે દ્વારા ગરબા કુંભનું પૂજન કરી મંદિરમાં સત્સંગ કિર્તન કરવામાં આવેલ અને દરરોજ જુલેલાલને જુદી-જુદી પ્રસાદી ભોગ ધરાવવામાં આવેલ. આજરોજ ચાલીસાનું પૂણાર્હુતી પ્રસંગે દરિયાલાલને રાજભોગ અન્નકોટના દર્શન રાખવામાં આવેલ Read More

 • p
  ગણપતિ આયો રે બાપ્પા, રિદ્ધિ-સિદ્ધિ લાયો..નો નાદ શહેરમાં ગુંજયો

  જામનગર સહીત સમગ્ર હાલારમાં પાર્વતી પુત્ર ગજાનનનું અદકેરૂ આગમન થયું છે શહેરમાં 2500થી વધુ ઘરોમાં અને 300થી વધુ જાહેર પંડાલોમાં એક, દો, તીન, ચાર ગણપતીનો જય જયકાર જેવા નાદ ગુંજી ઉઠયા છે, હાલારના ગામડાઆેમાં પણ ગજાનનને વધાવામાં આવી રહ્યાં છે ગઇકાલે પ્રથમ દિવસે મહાઆરતી, મહાપ્રસાદ ગણેશ સ્તુતી, ગણેશ સ્તવન સહીતના કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને … Read More

 • 12
  આેખા મંડળમાં દિપડાએ દેખા દીધા પછી ગૌવંશનું કરેલુ મારણઃ લોકોમાં પ્રસરેલો ડર

  આેખા મંડળનાં મીઠાપુરમાં દિપડાએ ત્રણ દિવસથી દરિયાઇ પટ્ટીમાં દેખા દેતા અને મીઠાપુરના સોલાર પ્લાન્ટ ની બાજુમાં ગાય ઉપર હુમલો કયોર્ હતો. અને પછી ત્યાંથી પલાયન થઇ ગયો અને બીજા દિવસે પણ એક ગૌવંશનું મારણ કરેલ હતું. આ બનાવના પગલે ફોરેસ્ટ ખાતાને જાણ થતા તે પણ તેને પકડવા માટે તૈયારી કરી દીધેલ છે. અને ટાટા કેમીકલ્સ … Read More

 • 1
  દ્વારકાની રેલ્વે પોલીસે દશાર્વી ઇમાનદારીઃ ટ્રેનમાંથી મળેલી રોકડ દાગીનાની બેગ પરત કરી

  દ્વારકાધીશની નગરીમાં રેલ્વે પોલીસનું ખુબ જ મોટું ઇમાનદારી દાખવામાં આવી હતી. બનાવની વિગત એવી જ રીતે છે કે દ્વારકા 505 ગુગળી બ્રાûણનાં પ્રમુખ અશ્વિનભાઇ પુરોહિત રેલવે મુસાફરી દરમ્યાને પોતાનું બેગ ભુલી ગયા હતાં. અને તે બેગમાં 21000 હજાર રોકડા હતાં બે સોનાની વીટી એક સોનાનો હાર અને નવા કપડા સહિત અંદાજે દોઢ લાખની કિંમત થતી … Read More

 • default
  વોર્ડ નં-12 માં કાલાવડ ગેઇટની બહાર આવેલા નગરસીમ વિસ્તારોમાં એલઇડી લાઇટો નાખવામાં નહિ આવે તો ઉગ્ર ધરણા

  નં.-12 માં કાલાવડ ગેઇટ બહાર નગરસીમ વિસ્તારોમાં મેઇનરોડ ઉપર અંધારપટ હોય અને હાલ અત્યારે મુસ્લીમ લોકોનો પવિત્ર તહેવાર મોહરમ અને હિંદુ લોકોનો પવિત્ર તહેવાર ગણેશ ઉત્સવ આવતો હોય અને કાલાવડ નાકા બહાર નગરસિમ વિસ્તારોમાં કાલાવડ ગેઇટથી લઇને મહારાજા સોસાયટીવારો મેઇન રોડ, હાશમશાહની દરગાહથી બેઠા પુલથી લઇને નુરી ચોકડીવારો મેઇન રોડ અને કલ્યાણચોક સોસાયટીથી લઇને મોરકંડાવાળો … Read More

 • default
  પ્રણામી ગ્લોબલ સ્કુલ તથા સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-આેપ. સોસાઇટી દ્વારા ભાષા સંતા અભ્યાસ વર્ગનું આયોજન

  માનવ જીવનના આંતર-બાહ્ય વ્યવહારોમાં વિચાર વ્યકત કરવાનું પ્રબળ માધ્યમ ભાષા છે. હજારો વર્ષોથી ભાષા વિકસતી વિસ્તરતી રહી છે જયારે એ ભાષા માનવ વ્યવહારમાં ખપમાં નથી નથી લેવાતી ત્યારે ધીમે ધીમે ભાષા લુપ્ત થતી જાય છે. ભાષાએ સંસ્કૃતિ એન શિક્ષણની વાહક છે ભાષા જાય તો સંસ્કૃતિ જાય, વર્તમાન સમયમાં ઉમડકિયું જીવન જીવતા આપણે સૌ શૈક્ષણિક કાર્યમાં … Read More

 • 13
  ભાણવડ પંથકમાંથી અડધા કરોડથી વધુનો દારૂ ઝડપાયો

  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના રાણપર ગામ નજીક આવેલા બરડા ડુંગરમાં ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતરવાની હકીકતના પગલે એલસીબીએ ગઇરાત્રી દરમ્યાન વોચ ગોઠવી હતી, જેમાં ઘંટેશ્વર મહાદેવના મંદિર નજીકથી પોલીસે મહારાષ્ટ્ર પાસિંગનો આઇસર ટ્રક ઝડપી લીધો હતો. પોલીસે ટ્રકમાં રહેલ 24256 બોટલ સહિત રૂા.69 લાખથી વધુની માલમતાની કબ્જે કરી હતી. જયારે પોલીસના આ દરોડા દરમ્યાન … Read More

 • 1
  રૂા. 18 હજારની ઉઘરાણીના મામલે ઘાંચી યુવાનની બે શખ્સોએ નિપજાવેલી હત્યા

  જામનગરની જાંબુડી મસ્જીદ પાસે ટીબાફળીમાં રહેતા ઘાંચી યુવાન પાસે રૂા. 18 હજારની રકમની ઉઘરાણીના મામલે થયેલા મનદુઃખના કારણે ગઇ મોડી રાત્રે બે શખ્સોએ બર્ધન ચોક સીધી માર્કેટની ગોલાઇમાં ફીલ્મી ઢબે આંતરી છરી વડે હુમલો કરી નિર્મમ હત્યા નિપજાવ્યાની ફરીયાદ પોલીસમાં નાેંધાઇ છે. પોલીસે હત્યા નિપજાવનાર બંને આરોપીને ઝડપી લેવા ચક્રાે ગતીમાન કર્યા છે. જામનગરના જાંબુડી … Read More

 • default
  જામનગરની સીટી સર્વે કચેરીના સુપ્રિ. સામે લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ ડીમાન્ડ કેસ નાેંધ્યો

  આઠ મહિના સુધી ચાલેલી તપાસ બાદ જામનગરની સીટી સર્વે કચેરીના સુપ્રિટેન્ડન્ટ અને વર્ગ-3ના કર્મચારી સામે અંતે લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ ડીમાન્ડ કેસ નાેંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, અત્રે નાેંધનીય છે કે જે તે સમયે આ કર્મચારી સામે રૂા. 800ની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જે તે સમયે છટકુ નિષ્ફળ ગયું હતું અને … Read More

 • default
  જામનગર સહીત હાલારમાં ડેન્ગ્યુનો ડંખ યથાવતઃ વધુ 11 કેસ

  જામનગર સહીત સમગ્ર હાલારમાં રોગચાળો યથાવત રહ્યાે છે, છેલ્લા કેટલાય સમયથી ડેન્ગ્યુનો ડંખ લોકોને પરેશાન કરી રહ્યાે છે, ત્યારે ગઇકાલે ખાનગી અને જાહેર હોસ્પિટલમાં વધુ 11 કેસ ડેન્ગ્યુના જોવા મળ્યા છે એટલુ જ નહી ચીકનગુનીયાના 4 અને તાવ, વાયરલ ઇન્ફેકશન, શરદી, ઉધરસના 370થી વધુ કેસ હોવાનું બહાર આવ્યું છે હાલારના ગામડાઆેમાં પણ રોગચાળો વધતો જાય … Read More

Most Viewed News
VOTING POLL