JIOની ધમાકેદાર ઓફર, કેવી રીતે મેળવશો 799 રૂપિયા સુધીનું કેશબેક, જાણો વિગત

February 7, 2018 at 7:30 pm


JIO યુઝર્સ માટે રિલાયન્સ જિયો એક નવી ઓફર લઈને આવ્યું છે. રિલાયન્સ જિયોએ હાલમાં જ કેશબેક ઓફર રજૂ કરી છે. આ કેશબેક ઓફર અંતર્ગત જિયો યૂઝર્સને 200 ટકા સુધીનું કેશબેક મળશે. ગણતરી અનુસાર જિયો યૂઝરને 799 રૂપિયા સુધીનું કેશબેકમાં મળશે. જિયોની 200 ટકા કેશબેક ઓફરનો લાભ 15 ફેબ્રુઆરી સુધી ઉઠાવી શકાશે. જિયોની આ ઓફર માટે યૂઝર્સે 398 રૂપિયા અથવા તેથી વધુનું રિચાર્જ કરાવવાનું રહેશે. ઓફર અંતર્ગત તેમને 100 ટકાના જિયો કેશબેક વાઉચર્સ મળશે. જ્યારે બીજા 100 ટકા કેશબેક વોલેટમાં મળશે. રિલાયન્સ જિયોના 400 રૂપિયાના કેશબેક વાઉચર્સ તરત જ MyJio એપમાં ક્રેડિટ થઈ જશે. કંપની 50 રૂપિયાના આઠ વાઉચર્સ આપી રહી છે, જોકે તેનો ઉપયોગ 300 કે તેથી વધુ રૂપિયાના જિયો રિચાર્જ પર જ કરી શકાશે. મોબાઇલ વોલેટની વાત કરીએ તો મોબીક્વીક પર 399 રૂપિયાનું કેશબેક મળશે. paytmના નવા યૂઝર્સને 50 રૂપિયાનું કેશબેક મળશે. જો Phone Pay અને freecharge પર નવા રિચાર્જ યૂઝર્સને 75 અને 50 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે. જિયોએ હાલમાં જ પોતાના જિયોફોન યૂઝર્સ માટે 49 તથા 153 રૂપિયાવાળા પ્લાન લોન્ચ કર્યા છે. 49 રૂપિયાના પ્રી-પેઈડ પ્લાનમાં પ્લાનમાં યૂઝરને 1 જીબી હાઈસ્પીડ 4જી ડેટા મળી રહ્યો છે. 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો લાભ મળી રહ્યો છે. 1 જીબી ડેટાનો વપરાશ પૂર્ણ થઈ જાય પછી નેટની સ્પીડમાં ઘટાડો કરી દેવામાં આવે છે. 153 રૂપિયાવાળા પ્રી-પેઈડ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસ માટે રોજ 1.5 જીબી હાઈસ્પીડ 4જી ડેટા મળી રહ્યો છે. તે સિવાય અનલિમિટેડ કોલિંગનો બેનિફિટ પણ આ પ્લાનમાં મળી રહ્યો છે.

print

Comments

comments

VOTING POLL