JioPhone 2 ખરીદવાની સુવર્ણ તક, ફ્લેશ સેલ શરૂ

January 5, 2019 at 7:28 pm


જો તમે જીયોફોન 2 નથી ખરીદી શક્યા અને હવે ખરીદવા માંગો છો તો તમારી પાસે આ ફોન ખરીદવાની સુવર્ણ તક છે. રીયાલન્ય જીયોફોન 2ની વધુ એક ફ્લેશ સેલ શરૂ થઇ છે. જીયોફોન 2નો ફ્લેશ સેલ આજથી બપોરે 12 કલાકેથી કંપનીની વેબસાઇટ jio.com પર શરૂ થઇ છે. વેબસાઇટ પર તમે સરળતાથી ફોન બૂક કરાવી શકો છો.
JioPhone 2ની કિંમત બે બજાર રૂપિયા છે, ફોન ખરીદનારને 49 રૂપિયા, 99 રૂપિયા અને 153 રૂપિયાના રિચાર્જ કરાવવા પર ફ્રી વોઇસ કોલિંગની સાથે અનલિમિટેડ ડેટા પણ મળશે. આ તમામ પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે. 49 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને પ્રતિ દિન 50 SMSની સાથે 1GB ડેટા મળશે. તો 99 રૂપિયાના પ્લાનમાં 300 SMSની સાથે 14GB ડેટા મળશે. જ્યારે 153 રૂપિયાના રિચાર્જના પ્લાનમાં યુઝરને અનલિમિટેડ SMSની સાથે 42GB ડેટા મળશે.
JioPhone 2માં 2.4 ઇંચની ડિસ્પ્લે છે જે ડ્યુલ નેનો સિમને સપોર્ટ કરે છે. ફીચર ફોનમાં બે હજાર mAhની બેટરી છે. ફોનમાં 512MBની રેમ છે અને 4GB ઇન્ટરનલ સ્ટોરેજ છે જેને 128GB સુધી વધારી શકાય છે. આ ફોનમાં વોટ્સએપ તેમજ ફેસબુક જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન પણ ચાલે છે.

print

Comments

comments

VOTING POLL