જોન્સન બેબી પાઉડર લગાવવાથી થયું કેન્સર: અમેરિકાની કોર્ટે ૭૬૦ કરોડનું વળતર ચૂકવવા કર્યેા આદેશ

April 13, 2018 at 11:00 am


વિશ્વની પ્રખ્યાત કંપની જોન્સન એન્ડ જોન્સન પર હવે નવી મુશ્કેલીમાં ફસાઇ છે. અમેરિકાની એક કોર્ટે એક ગ્રાહકની તરફેણમાં ચૂકાદો આપ્યો છે. કોર્ટે હોન્સન બેબી પાઉડરથી મેસોથેલિયોમાં થયું હોવાને લઇને એક કસ્ટમરને ૭૬૦ કરોડ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. મેસોથેલિયોમાં એ એક કેન્સર છે.
માહિતી પ્રમાણે, બેબી કેર માર્કેટમાં વિશ્વની સૌથી મોટી કંપની જોન્સન એન્ડ જોન્સન અમેરિકાની એક કોર્ટે તેના ગ્રાહકને ૭૬૦ કરોડનું વળતર આપવા જણાવ્યું છે. નીચલી કોર્ટે ૨૪૦ કરોડનું વળતર નક્કી કયુ હતું, જોકે, કેસ આગળ જતાં આ કોર્ટે તેને ત્રણગણું વધારીને ૭૬૦ કરોડ કરી દીધું.
ન્યૂ જર્સીના ૪૬ વર્ષીય ઈન્વેસ્ટમેન્ટ બેન્કર સ્ટિફન લેન્જો અને તેની પત્ની કેન્ડ્રાએ જોન્સન એન્ડ જોન્સન કંપનીના બેબી પાઉડરથી મેસોથેલિયોમા થયું હોવાનું દાવો કરી કંપની પાસે વળતર માગ્યું હતું. આ એક કેન્સર છે. કોર્ટે આને માન્ય રાખી ગ્રાહકની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. તેનાથી ફેફસાં, પેટ, હૃદય અને અન્ય અંગોને અસર થાય છે. બેબી પાઉડરમાં એસ્બેસ્ટોસ હોવાથી આ કેન્સર થયું હોવાનું કંપનીના ૧૨૦ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત નોંધાયું છે.
ચાલુ વર્ષે જાન્યુઆરીમાં લેન્જોએ કેસ કરતા એવો આક્ષેપ કર્યેા હતો કે તેઓ ૩૦ વર્ષથી આ બેબી પાઉડર વાપરે છે. તેમાં એસ્બેસ્ટોસને કારણે તેમને કેન્સર થયું છે. કંપનીએ તેના ઉત્પાદનો પર બીમારી કે જોખમની કોઈ ચેતવણી પણ છાપી નહોતી. કંપનીને તેની જાણ હોવા છતાં આમ નહીં કરવું તે બેદરકારી છે.
કંપનીની દલીલ હતી કે લેન્જો જે ઘરમાં રહે છે તેના ભોંયરામાં જે પાઈપ છે તે એસ્બેસ્ટોસની બનેલી છે પરંતુ કોર્ટે કંપનીની દલીલ માન્ય રાખી નહોતી. છેલ્લા બે વર્ષમાં કંપની ૭ કેસ હારી ચૂકી છે.
કુલ ૫૯૫૦ કરોડનો દડં ફટકાર્યેા છે. જોકે ૨૭૦૦ કરોડના એ કેસમાં ચુકાદો કંપનીની તરફેણમાં આવ્યો હતો. ગયા ઓગસ્ટમાં કંપનીને અલબામાની એક મહિલાને ઓવરીના કેન્સરમાં ૪૭૫ કરોડનું વળતર આપવું પડું હતું. ત્યાર બાદ મિસોરીના ૫ કેસમાં કોર્ટે ૧૯૯૬ કરોડનો દડં ફટકાર્યેા હતો

print

Comments

comments

VOTING POLL