કાલાવડ રોડ પર ‘બકરું કાઢતાં ઐંટ પેઠું’: હવે સર્જાશે પાકિગ પ્રશ્ન

March 30, 2018 at 4:35 pm


ગુજરાતી કહેવત છે કે સમસ્યા એવી રીતે ઉકેલવી જોઈએ કે ‘સાપ મરે અને લાઠી પણ ન તૂટે’ પરંતુ આવું કોઠાસૂઝયુક્ત આયોજન કરવાના બદલે મહાપાલિકાના તંત્રવાહકો અને ઈચ્છાધારી ઈજનેરોએ સાથે મળીને એક સમસ્યા ઉકેલવા જતાં તેનાથી વધુ મોટી બીજી સમસ્યા ઘર કરી જાય તેવી મતલબ કે ‘બકરું કાઢતાં Kટ પેઠું’ કહેવતને સાર્થક કરતું આયોજન કર્યું છે. સૌપ્રથમ તો રાજકોટને મહાપાલિકાનો દરજ્જો મળ્યો તેને 45 વર્ષ વીતી ગયા બાદ તંત્રના ધ્યાન પર એ બાબત આવી હતી કે કાલાવડ રોડની સેન્ટ્રલ લાઈન બરાબર નથી. એક તરફ રોડ વધુ પહોળો છે અને એક તરફ સાંકડો છે. દરમિયાન તાજેતરમાં સેન્ટ્રલ લાઈનિંગ યોગ્ય કરવામાં આવ્યું પરંતુ મહિલા કોલેજ તરફથી જતાં ડાબી બાજુના ભાગે મુકવામાં આવેલી પાર્કિંગ સ્પેસ રસ્તો પહોળો કરવાના હેતુથી દૂર કરી રોડ સાથે ભેળવી દેવામાં આવતાં હવે કાલાવડ રોડ પર પાર્કિંગની ભયાનક સમસ્યા સજાર્વાના અેંધાણ વતાર્ઈ રહ્યા છે.

દરમિયાન તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષના દંડક અતુલ રાજાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને ઈનવર્ડ પત્ર પાઠવી ટ્રાફિક સમસ્યા ઉકેલવા કાલાવડ રોડ પહોળો કરી મહાપાલિકા તંત્રએ હવે પાર્કિંગ સમસ્યાનું સર્જન કર્યાનો રોષ ઠાલવ્યો છે. અતુલ રાજાણીએ જણાવ્યું છે કે રાજકોટ મહાપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઆે બદલાય તેમ તેમ પ્લાનિંગ અને પ્રાેજેક્ટસ બદલાતાં રહે છે. કોઈ નિશ્ચિત કે લાંબા ગાળાના આયોજનનો સદંતર અભાવ હોવાનું શહેરીજનો અનુભવી રહ્યા છે.

તેમણે ઉમેર્યું છે કે 1998માં કાલાવડ રોડ પર એક તરફ ગાર્ડનિંગ સ્પેસ મુકાઈ હતી જ્યાં આગળ ગાર્ડનિંગ કરાયું ન હતું પરંતુ ખુંી જગ્યા હોય શહેરીજનો સહપરિવાર બેસતા હતા. 2005માં કાલાવડ રોડને ગૌરવપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યાંથી ગાર્ડનિંગ સ્પેસ દૂર કરી તત્કાલિન કમિશનર મુકેશકુમારે પે એન્ડ પાર્કિંગ માટે રોડના પડખામાં પેવિંગ બ્લોક નખાવ્યા હતા. આ સ્થળે પે એન્ડ પાર્ક યોજનાનો સાકાર થઈ શકી નહી પરંતુ શહેરીજનો વિનામૂલ્યે વાહન પાર્કિંગ કરી શકતા હતા. જ્યારે હવે 2018માં કાલાવડ રોડ પહોળો કરી સેન્ટ્રલ લાઈન બદલાવાતા હવે પાર્કિંગ સ્પેસ રોડમાં ભેળવી દેવાઈ છે જેથી આગામી દિવસોમાં કાલાવડ રોડ પર વાહન પાર્કિંગ કરવાની જગ્યા રહેશે નહી અને આડેધડ વાહન પાર્કિંગથી ગૌરવપથનું ગૌરવ હણાઈ જશે.

વિપક્ષના દંડક અતુલ રાજાણીએ કમિશનરને પાઠવેલા પત્રના અંતમાં જણાવ્યું છે કે રોડ પહોળો કરવાની કામગીરી બે મહિનાથી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી ડામરકામ કરાયું ન હોય સતત ટ્રાફિકથી ધમધમતાં કાલાવડ રોડની એકબાજુ ટ્રાફિક સમસ્યા સજાર્ઈ રહી છે. વ્હેલામાં વ્હેલી તકે ઝડપભેર ડામરકામ કરાય તેવી પ્રબળ લોકમાગણી છે. કાર્પેટ એરિયાબેઈઝ મિલ્કતવેરા આકારણીની પÙતિમાં કાલાવડ રોડ પરની મિલ્કતોનો વેરો ઉંચો આકારવામાં આવ્યો છે ત્યારે કાલાવડ રોડવાસીઆેના ઘરે કે દુકાન, શો-રૂમની મુલાકાતે આવતાં ગ્રાહકો, મુલાકાતીઆે કે મહેમાનોના વાહન પાર્કિંગ માટે પૂરતી જગ્યા મળી રહે તે જોવાની પણ મહાપાલિકા તંત્રની જવાબદારી છે.

print

Comments

comments

VOTING POLL