કઠુઆ કેસ ટ્રાન્સફર : 27 એપ્રિલે જવાબ માટે હુકમ

April 16, 2018 at 10:40 am


એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં કઠુઆ ગેંગરેપ અને હત્યા કેસને રાજ્યની કોર્ટ પાસેથી લઈને ચંદીગઢ ખસેડવાની માંગને મંજુરી આપવી જોઈએ કે કેમ તે અંગે 27મી એપ્રિલ સુધી જવાબ આપવા જમ્મુ કાશ્મીર સરકારને આજે સુપ્રીમ કોટેૅ આદેશ આÃયો હતાે. આ કેસને રાજ્યની બહાર ખસેડવાની માંગ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોટેૅ જાન્યુઆરી મહીનામાં કઠુઆમાં આઠ વષીૅય બાળકી પર બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યાના મામલામાં વકીલ અને પરિવારની સુરક્ષાની ખાતરી કરવા રાજ્ય સરકારને સુપ્રીમ કોટેૅ આજે આદેશ આÃયો હતાે. આઠ વષીૅય બાળકીયના પિત્તા દ્વારા આજે અગાઉ અરજી દાખલ કરવામાં આવી હતી. પિતાએ પરિવારની સુરક્ષા માટે માંગ કરી હતી. તેમનું પ્રતિનિધિત્વ કરતા વકીલોની સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. વધુમાં તેમની અરજીમાં જુવેનાઈલ હોમમાં સુરક્ષાને વધારવાની પણ માંગ કરી છે. જુવેનાઈલ હોમમાં નાના આરોપીઆેને રાખવામાં આવેલા છે. પિતાએ બળાત્કાર અને હત્યાના કેસમાં સંપૂર્ણ તપાસ કરવા સુપ્રીમ કોર્ટ આદેશ આપે તેવી માંગ પણ કરવામાં આવી છે. ભોગ બનેલા પરિવાર તરફથી કેસ લડી રહેલી વકીલ દિપીકા રાજાવતે કહ્યું છે કે, સુપ્રીમ કોટેૅ પરિવારને સુરક્ષા આપવા માટે સત્તાવાળાઆેને આદેશ કયોૅ છે. સુપ્રીમ કોટેૅ પુરતી સુરક્ષા આપવા માટે સુચના આપી છે. બાળકીની માતાએ આજે કહ્યું હતું કે, તેમના પરિવારને સતત ધમકીઆે મળી રહી છે. સુરક્ષા આપવામાં આવે તે જરૂરી છે. અપરાધીઆે માટે મૃત્યુદંડની સજાની માંગ પણ કરવામાં આવી હતી. બીજી બાજુ આ ચકચારી કેસમાં નવી નવી વિગતાે સપાટી ઉપર આવી રહી છે. આ કેસમાં આઠ આરોપીઆે રહેલા છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચુકી છે. જેમાં જુદા જુદા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આઠ આરોપીઆે ઉપર હવે સંકજો હવે મજબુત થઈ ચુકે છે. આ આરોપીઆેની યાદીમાં કઠુઆમાં ગામના નાનકડા મદિરના રખેવાળ સાંજી રામ મુખ્ય કાવતરા ખોર તરીકે છે. ગુનામાં આઠ આરોપી ધરપકડ હેઠળ આવી ગયા છે. બીજી બાજુ નિર્ભયા કેસમાં પિડીતાની માતાએ કહ્યું છે કે, જો 2012ના ગેંગરેપ કેસમાં અપરાધીઆેને ફાંસી આપવામાં આવી હોત તાે કઠુઆ અને ઉનાવ જેવા રેપના કેસ ન થયા હોત.

print

Comments

comments

VOTING POLL