Homewww.aajkaaldaily.com
site hit counter
Members : DAVP | INS | IRS
Dhanraj Group :: Aajkaal
Bookmark this SiteEmail Us HomeGujarati Fonts HelpCorporate InfoAdvertise with Us
Latest News
dpepb¡_ L$p¡X$_pZu
gpgy`°kpv$ epv$h
v¡$hp„N `V¡$g
rkÂ^p\® `V¡$g
"bpguL$pb^y' - ArhL$p
A`fp dl¡sp
apëNy_u `pW$L$
k„S>e v$Ñp (lufp¡ lp¡ÞX$p)
Ap_„v$tkl W$pLy$f (kyTyL$u)
S>Nv$ui_
âdus v$p¡iu (V$u.hu.A¡k.)
v$u`g rÓh¡v$u ("Arcep_'- "kdcph')
 
 
  09/04/2011(ir_hpf)
  સિરિયલમાં નાની–નાની વાતમાં રડી પડું છું પણ વાસ્તવિક રીતે તો બહુ જ મજાકી છું
 

સાસુ વહુનાં ઝઘડાઓ વાળી સીરીયલોથી કંટાળી ગયા બાદ ચુલબુલ અને મજાકીયા સુહાનાનાં પાત્ર સાથે શરૂ થયેલી ડેઇલી શોપ 'સસુરાલ ગેંદા ફુલ'ને દર્શકો પસદં કરી રહ્યાં છે કારણ કે અહીંયા કોઇ ઝઘડા કે પૈસાની ઉંચી ઉંચી વાતો નથી પરંતુ એક સંયુકત કુટુંબ કઇ રીતે ઘરની મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમાં પણ હાસ્ય મર્મ રહેલો હોય છે તે રજૂ કરાયો છે. રાજકોટમાં યોજાયેલા ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એકઝીબીશન 'ફેશનીસ્ટા'માં મહેમાન તરીકે આવેલા શ્રુતિ ઉલ્ફત કે જેઓ આ સીરીયલમાં સુહાનાનાં સાસુનાં રોલમાં છે. શ્રુતિનાં જણાવ્યા મુજબ સીરીયલમાં કંઇક નહીં પણ ઘણુ 'હટકે' છે. રાજકોટમાં પ્રથમવાર આવેલા શ્રુતી ઉલ્ફતે 'આજકાલ' કાર્યાલયની મુલાકાત લીધી હતી. તેઓની સાથે ફેશનિસ્ટાનાં એમ.ડી. પવન શંકર પણ ઉપસ્થિત રહ્યાં હતા. ફેશનિસ્ટાને રાજકોટમાં મળતા પ્રતિસાદ અને આ વખતે એકઝીબેશનમાં આવેલી વસ્તુ વિશે માહીતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રુતિ ઉલફતે 'આજકાલ'નાં મેનેજીગં ડીરેકટર ચંદ્રેશભાઇ જેઠાણી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે આ કારકીર્દીમાં તેમની શરૂઆત હોમ ટીવી ચેનલ પર આવતી મુમકીન સીરીયલથી થઇ હતી. મુળ દહેરાદુનનાં એવા શ્રુતિએ અનેક એડમાં પણ કામ કયુ છે. આમ તો તેઓ થિયેટર આર્ટીસ્ટ છે અને તેમનાં આ આર્ટને કારણે જ તેઓને આવી સારી સીરીયલમાં મોકો મળ્યો છે. ચાર વર્ષનાં પુત્રની માતા–હોવા છતાં શ્રુતિ ખુબ સારી રીતે કેરીયર અને ઘરને બેલેન્સ રાખી શકે છે. તેમનાં પતિ આલોક ઉલ્ફત પણ થિયેટર ડીરેકટર છે. 'દિલ તો પાગલ હૈ', 'સસુરાલ ગેંદા ફુલ' 'રાઝ'માં કામ કરી ચુકેલી શ્રુતી એ અગાઉ અંતાક્ષરીમાં પણ એન્કરીંગનું કામ કયુ છે. ફેશનિસ્ટાની મુલાકાતે આવેલી શ્રુતિને સીલ્વર ઝવેલરી સૌથી વધુ પસદં છે. તેમના જણાવ્યા મુજબ જવેલરીએ એક એવી વસ્તુ છે કે જે વ્યકિતત્વને નિખારી દે છે. ગમે તેટલા મોંઘા કપડા પહેયાં હોય પરંતુ તેનું મેચીંગ જવેલરી ન હોય તો તે ફીક્કુ લાગે છે. રાજકોટમાં ખુબ સારા પ્રતિસાદ સાથે ફરી એકવાર ફેશનિસ્ટા એકઝીબીશન લઇને આવેલા પવન શંકરે કહ્યું કે રાજકોટમાં સારી વસ્તુ લેવા માટેનો એક ખાસ વર્ગ છે અને એથીજ તેઓને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ એકઝીબીશનમાં ખાસ પ્રકારનાં ડ્રેસીસ, સાડીઓ, રીયલ જવેલરી, હોમ ડેકોર, ગીટ આર્ટીકલ્સ, હેન્ડ બેગ્સ, હેલ્થ પ્રોડકટ, કિચન પ્રોડકટસ સહિતની અનેક વસ્તુઓ છે. ઇમ્પીરીયલ ખાતે યોજાયેલું આ એકઝીબીશન રવિવાર સુધી શહેરવાસીઓ માટે ખુલ્લુ રહેશે.

Top of page  
 

HomeCorporate InfoAdvertise with UsDisclaimerSitemapWebmaster
© DHANRAJ NEWS & MEDIA PVT. LTD., Rajkot (Gujarat-India) All Right Reserved.