મુંબઈ ભાજપના કોર્પોરેટર અને લોહાણા સમાજના વરિ અગ્રણી મનોજ કોટક 'આજકાલ'ના અતિથિ બન્યા હતા. 'આજકાલ'ની મુલાકાતે આવેલ મનોજ કોટકે 'આજકાલ' અખબારની સક્રિય કામગીરી તથા સમાચારોના રસથાળની મનમુકીને પ્રશંસા કરી હતી. મુંબઈના મુલુંદ વિસ્તારના કોર્પેારેટર તરીકે ચાર વર્ષથી સેવા આપતાં અને દેશભરના લોહાણા સમાજના ગૌરવ સમાન મનોજ કોટક ગઈકાલે રાજકોટના મહેમાન બન્યા હતા. રાજકોટની મુલાકાતે આવેલ મનોજ કોટક 'આજકાલ' પરિવાર સાથે અનેરો અને ગાઢ નાતો ધરાવે છે. દરમિયાન ગઈકાલે મનોજ કોટકે 'આજકાલ' કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે મનોજ કોટકે 'આજકાલ'ના ગ્રુપ એડીટર દીપકભાઈ રાજાણી સાથે 'આજકાલ' પરિવાર સાથેના યાદગાર સંસ્મરણોને તાજા કરી 'આજકાલ'ની બ્રેકીંગ ન્યુઝ સર્વિસ, 'આજકાલ' અખબાર અને 'આજકાલ'ની વેબસાઈટને નિહાળીને પ્રભાવિત થયા હતા. ઉલ્લેખનિય છે કે મુંબઈના આ નગરસેવક મનોજ કોટક મુળ રાજકોટના છે અને રાજકોટના મેયર જનકભાઈ કોટકના સંબંધી પણ થાય છે. મુંબઈ ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ સોમૈયાના જમણા હાથ સમા મનોજ કોટકે ગત મુંબઈ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. મુલુંડ વિસ્તારમાં અપાર લોકચાહના નિમિત્તે તેમના નેતૃત્વ હેઠળની પેનલનો ભવ્ય વિજય થયો હતો. મુંબઈ ગુજરાતી સમાજમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવતા મનોજ કોટકે માત્ર મુંબઈમાં જ નહીં પણ દેશભરમાં ફેલાયેલા લોહાણા સમાજમાં સામાજિક અને સેવાકિય કાર્યેાની સુવાસ ફેલાવેલી છે. 'આજકાલ'ના તંત્રી દીપકભાઈ રાજાણી સાથેની મુલાકાતમાં તેમણે 'આજકાલ' અખબારની વિકાસ ગાથાની વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ તકે મનોજ કોટકે જણાવ્યું હતું કે સાલ ૨૦૧૨માં મુંબઈ મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણીમાં ભાજપનો વલતં વિજય થશે તેવો દ્રઢ વિશ્ર્વાસ વ્યકત કર્યેા હતો. આ મુલાકાત સમયે તેમની સાથે રાજકોટના ડેકોરા ફર્નિચરવાળા નિખીલભાઈ પટેલ અને ચિરાગભાઈ પટેલ હાજર રહ્યા હતા. 'આજકાલ'ની મુલાકાત સમયે મુંબઈના નગરસેવક અને લોહાણા સમાજના અગ્રણી મનોજ કોટકનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.