સબ ટીવી પર પ્રસારિત થતી કોમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના મુખ્ય સુત્રધાર એવા શૈલેષ લોઢાએ 'આજકાલ' કાર્યાલયની મુલાકાત લઈ મેનેજીગં ડિરેકટર ચંદ્રેશભાઈ જેઠાણી સાથે ચર્ચા–વિચારણા કરી હતી.
૬૪૦ એપીસોડ પૂર્ણ કરી સફળતાનાં મુકામે પહોંચનાર 'તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા' સીરીયલનાં સુત્રધાર કમ એકટર શૈલેષ લોઢા 'આજકાલ'નાં અતિથી બન્યા હતાં.શુક્રવારે રાજકોટમાં એક કાર્યક્રમને ઉદઘાટન અવસરે આવી પહોંચેલ તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાએ 'આજકાલ'ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
'આજકાલ'ની મુલાકાતે સમયે શૈલેષ લોઢાએ 'આજકાલ'નાં મેનેજિંગ ડિરેકટર ચંદ્રેશભાઈ જેઠાણી સાથે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરીયલ તથા તેમના પ્રકાશીત પુસ્તકો અને તેમની સીરીયલો, શો વિશે વિસ્તારપૂર્વક વાતો કરી હતી. આ તકે તારક મહેતાએ જણાવ્યું હતું કે, તારક મહેતાની સીરીયલમાં મે પ્રસિધ્ધ કટાર લેખક તારક મહેતાનાં રોલને પુરેપુરો ન્યાય આપવા કોશિષ કરી છે. મને ગર્વ છે કે, તારક મહેતાની કોલમ પરથી સીરીયલ બની અને તેમાં મને આટલો ચોટદાર અને પડકારજનક રોલ મળ્યો જયારથી આ સીરીયલમાં હું ભૂમિકા ભજવી રહ્યો છું ત્યારથી બધા મને એક ગુજરાતી તરીકે ઓળખે છે જોકે હું પણ ગુજરાતી હોવાની અનુભુતી કરી રહ્યો છું. 'આજકાલ'ના એમ.ડી.ચંદ્રેશભાઈ જેઠાણી સાથે થયેલી વાતોમાં તારક મહેતાએ 'આજકાલ'નાં સમાચારોની ભારોભાર પ્રશંસા કરતાં જણાવ્યું કે, આજનાં ફાસ્ટ સમયમાં 'આજકાલ' દ્રારા વાંચકોને મોબાઈ પર અપાતી બેક્રિંગ ન્યુઝ સર્વિસ તેમજ વેબસાઈટ ન્યુઝ સર્વિસથી વિદેશમાં રહેતાં ગુજરાતીઓ દરરોજ પોતાના વતનનાં સમાચારોથી માહિતગાર થઈ શકે. જેના માટે 'આજકાલ'નો અભિગમને બિરદાવ્યો હતો. આ તકે શૈલેષ લોઢાએ તાજેતરમાં ધનરાજ ફિલ્મસનાં નેજા હેઠળ બનેલી સુપરહિટ ફિલ્મ 'બિન બુલાયે બારાતી'ની પ્રશંસા કરી હતી. 'આજકાલ'ની મુલાકાત સમયે કલાકાર શૈલેષ લોઢાની સાથે કલાકાર પવન શંકર, શિવ કુરીયરનાં વિરાગભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે 'આજકાલ'નાં અતિથીઓનું સ્વાગત જાહેર ખબર મેનેજર તુષાર રાચ્છે કયુ હતંુ.