કિડનીમાં તકલીફ હોય તો દૂર રહેજો કેળાથી….

September 11, 2018 at 6:03 pm


કેળા એવું ફળ છે જે નાના-મોટા સૌ કોઈને ભાવે છે. કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. પરંતુ એ જાણવું પણ જરૂરી છે કે કેળા કેટલા ખાવા જોઈએ. નિષ્ણાંતોના મતે કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે અને દિવસભરમાં વ્યક્તિને 3500 મિલીગ્રામ પોટેશિયમની જરૂર હોય છે અને એક કેળામાં તેની માત્રા 450 મિલી જ હોય છે તેથી સામાન્ય રીતે વ્યક્તિ દિવસમાં 7 કેળા ખાઈ શકે છે.

કેળાનું સેવન કોઈપણ કરી શકે છે પરંતુ તે લોકોએ કેળા ન ખાવી જોઈએ જેમને કિડની સંબંધિત સમસ્યા હોય. કારણ કે જે લોકોની કિડની ખરાબ હોય છે તેમના લોહીમાં પોટેશિયમનું સ્તર વધારે જ હોય છે. કિડનીમાં તકલીફ હોવાથી તે યૂરિન વાટે શરીરમાંથી બહાર નીકળતું નથી. આ સિવાય કોઈપણ વ્યક્તિ કેળાનું સેવન કરી શકે છે.

print

Comments

comments

VOTING POLL