‘ચાર ચાર બંગડી…’ ફેમ કિંજલ દવેએ બાળપણના મિત્ર સાથે કરી સગાઈ

April 18, 2018 at 5:33 pm


ચાર ચાર બંગડીવાળી ઓડી…. આ ગીતના શબ્દોને નાના-મોટાં સૌ કોઈના હોઠ પર રમતાં કરી દેનાર કિંજલ દવેએ સગાઈ કરી છે. કિંજલ દવે તેના અવાજના જાદૂના કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત થઈ છે. કિંજલ દવે સંગીત ક્ષેત્રમાં આગળ વધવાની સાથે અંગત જીવનમાં પણ તેના સાથીનો હાથ પકડી આગળ વધી છે. જી હાં અખાત્રીજના પાવન દિવસે કિંજલ દવેએ તેના નાનપણના મિત્ર પવન સાથે સગાઈ કરી છે. બંનેની સગાઈ વિધિપૂર્વક કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL