પ્રવૃત્તિ વિનાની દિનચર્યા શરીરને બનાવે છે રોગનું ઘર

July 19, 2018 at 7:33 pm


ક્યારેય કામ કરવાનું આળસ આવે અને તમે ચાનો કપ ભરી ગીત સાંભળતાં આરામ કરો તે સામાન્ય બાબત છે પરંતુ રોજ કામ કરવાની ઈચ્છા ન થાય અને તમે કામ કર્યા વિના બેસી રહેતા હોય તો તેનાથી તમારી હાલત ગંભીર થઈ શકે છે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે જે લોકો ખાલી બેસવાનું પસંદ કરે છે તેમને ગંભીર રોગ થવાનું જોખમ વધારે છે.

સંશોધકોનું કહેવું છે કે ખાલી બેસવાથી શારીરિક પ્રવૃત્તિ ઘટે છે. જો શરીર સક્રિય નહીં રહે તો તે તમારા સ્નાયુઓ અને શરીરના અન્ય ભાગોને અસર કરશે. સંશોધકોના સંશોધનમાં કહ્યું છે કે બે અઠવાડિયા ખાલી રીતે બેસેલા લોકોની અસર તેમના આરોગ્ય પર પણ દેખાય છે. જે લોકો ખાલી બેસવા માંગે છે તેઓ ડાયાબિટીસ, હૃદય રોગ, કેન્સર, ડિપ્રેશન અને સ્ટ્રોક જેવા રોગોથી વધુ સંવેદનશીલ હોય છે.

print

Comments

comments

VOTING POLL