મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસના આરોપીઓને મુક્ત કરનાર જજએ આપ્યું રાજીનામું

April 16, 2018 at 8:21 pm


સમગ્ર દેશને હચમચાવી મુકનાર હૈદરાબાદની લોકપ્રિય મકકા મસ્જિદ બ્લાસ્ટ કેસના મામલે આજે 11 વર્ષના લાંબા ગાળા બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલામાં ખાસ એનઆઈએ મામલાની ચોથી વધારાની મેટ્રોપોલિટન ખાસ કોર્ટે ચુકાદો આપતા મુખ્ય આરોપી સ્વામી અસીમાનંદ સહિત તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિદોષ જાહેર કર્યા હતા. જોકે આ ચુકાદો આપ્યા બાદ ગણતરીની જ કલાકોમાં ચુકાદો આપનાર જજ રવિન્દ્ર રેડ્ડીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

બ્લાસ્ટ કેસના તમામ આરોપીઓને પુરાવાના અભાવે મુક્ત કર્યા બાદ જજએ કયા કારણોસર રાજીનામુ આપ્યું છે તે અંગે હજૂ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. જો કે આ અંગે જાણવા મળતી વિગતોનુસાર જજ રવિન્દ્ર રેડ્ડીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કારણ દર્શાવ્યું છે અને તેઓ લાંબી રજાઓ પર પણ જતાં રહ્યા છે. આ બંને ઘટના અચાનક બનતાં અનેક અટકળો શરૂ થઈ છે.

print

Comments

comments

VOTING POLL