લ્યો બોલો… ઝુકરબર્ગે પણ કહ્યું કે મારો ફેસબુક ડેટા લીક થયો છે

April 12, 2018 at 11:21 am


ફેસબુકના ફાઉંડર માર્ક ઝકરબર્ગ ફેસબુક ડેટા લીક મામલે આજે બીજા દિવસે પણ અમેરિકાના સાંસદ સભ્યોના સણસણતા સવાલોના જવાબ આપ્યાં. ગઈ કાલની માફક આજે બીજા દિવસે પણ ઝકરબર્ગ પર સવાલોનો મારો ચલાવવામાં આવ્યો. જેમાં એક સવાલ અને તેનો જવાબ બંને ખુબ જ આશ્ચર્યજનક રહ્યાં.
બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા લીક કરવામાં આવેલા ડેટામાં ભારતીયોના નામ પણ શામેલ છે. તેવી જ રીતે દુનિયાભરના કરોડો લોકોના ડેટા શામેલ છે કે જેની ચોરી થઈ હોવાનું કહેવાય છે. આશ્વર્યજનક બાબત એ છે કે ખુદ માર્ક ઝકરબર્ગને પણ લાગે છે કે તેમનો ડેટા પણ લીક થયો હોઈ શકે છે.
કેમ્બ્રિજ એનાલિટિકા પાસે આટલા મોટા પ્રમાણમાં લોકોના અંગત ડેટા કોણે પહોંચાડ્યાં તેને લઈને હજી પણ આશંકા છે. પરંતુ આ ઘટનાએ દુનિયાભરમાં જાણે ભૂકંપ સર્જ્યો છે. આ મામલે ફેસબુકના ફાઉંડર માર્ક ઝકરબર્ગને અમેરિકાની સંસદનું તેડું આવ્યું છે. બે દિવસથી તેઓ સંસદ સામે આ મામલે સ્પષ્ટિકરણ આપી રહ્યાં છે. તે દરમિયાન તેમને અમેરિકાના સાંસદોના તીખા સવાલોનો સામનો કરી રહ્યાં છે. તે દરમિયાન એક સાંસદે ઝકરબર્ગને પુછી લીધું હતું કે, શું કેમ્બ્રિજ એનાલિટિકા મામલે તમારો અંગત ડેટા પણ લીક થયો છે? બધાના આશ્ચર્ય વચ્ચે જવાબ આપતા માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે, હા, મારો ડેટા પણ કેમ્બ્રિજ એનાલિટિકા પાસે પહોંચ્યો છે.
જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, શું માર્ક ઝકરબર્ગે પોતે ઙ્કવિંશતશતુજ્ઞીમિશલશફિંહહશરયઙ્ખ એપ ડાઉનલોડ કરી હતી, કે કોઈ બીજા મિત્ર મારફતે તેમના ડેટામાં સેંધ મારવામાં આવી છે.
આ ઉપરાંત ઝકરબર્ગને પુછવામાં આવ્યું કે, શું ફેસબુક પાસે કોઈ એવી ટેક્નિક છે જેનાથી તે જાણકારી મેળવી શકાય કે કોઈ બહારની શક્તિઓ ચૂંટણીને અસર પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે? તેના જવાબમાં ઝકરબર્ગે કહ્યું હતું કે, 2016ની ચૂંટણી બાદ પછીથી કંપ્ની આ દિશામાં સતત કામ કરી રહી છે. જેથી કરીને આવનાર સમયમાં આવુ ના થાય અને રશિયા જેવી બહારની શક્તિઓ ચૂંટણીને અસર ના પહોંચાડી શકે.

print

Comments

comments

VOTING POLL