અલ્જીરિયાનું મિલિટરી પ્લેન ક્રેશ, ૧૦૦થી વધુ લોકોના મોતની શંકા

April 11, 2018 at 3:32 pm


અલ્જેરિયન મિલિટરી પ્લેન આજે બોઉફકિર એરપોર્ટ પાસે ક્રેશ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, પ્લેનમાં ૧૦૦થી વધુ મિલટરી પર્સશોનલ સવાર હતા જે પૈકી અનેકના મોત થયા હોવાની આશંકા છે.

કેટલાક મીડિયા રિપોટર્સ મુજબ પ્લેનમાં ૨૦૦થી વધુ લોકો સવાર હતા. હાલ ૧૪ જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ઉપસ્થિત છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એરપોર્ટ પાસેના તમામ રોડ ઈમરજન્સી સર્વિસ અને રેસ્કયૂ ઓપરેશનને ધ્યાને રાખી બધં કરી દેવામાં આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL