મોદી આજે લંડનમાં ભારતીયોને સંબોધન કરશે: ક્વીન એલિઝાબેથ સાથે ખાસ કાર્યક્રમમાં હાજરી

April 18, 2018 at 11:05 am


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2018ની કોમનવેલ્થ ગેડ ઓફ ગવર્નમેન્ટ મીટિંગમાં ભાગ લેવા માટે લંડન પહોંચી ગયા છે. મંગળવાર મોડી રાત્રે લંડનના હીથ્રો એરપોર્ટ પહોંચેલ પીએમનું યુનાઇટેડ કિંગડમના વિદેશ બાબતોના સેક્રેટરી બોરિસ જોનસને સ્વાગત કર્યું હતું.
લંડન પહોંચેલા વડાપ્રધાન સ્થાનિક સમય અનુસાર સવારે 9 વાગ્યે યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન થેરેસા મેની સાથે બ્રેકફાસ્ટ કરશે. ત્યારબાદ 11 વાગ્યે (સ્થાનિક સમય) વડાપ્રધાન મોદી વિજ્ઞાન અને નવાચારના 5000 વર્ષો પર આધારિત એક પ્રદર્શનની મુલાકાત કરશે. ત્યારબાદ લિવિંગ બ્રીજ થીમ્ડ રિસ્પેશનમાં ભાગ લેશે.

બપોરે મોદી કણર્ટિક મૂળના સંત બાસવેશ્વરાની પ્રતિમા પર પ્રાર્થના કરવા જશે. પીએમ રિસર્ચ લેબ્સની મુલાકાત કરશે અને એક સંયુકત ભારત-યુનાઇટેડ કિંગડમ સમિટ ફોરમમાં ભાગ લેશે, દેમાં બંને દેશોના સહયોગી પ્રોજેક્ટનું પ્રદર્શન કરશે.
વડાપ્રધાન મોદીને ક્વીન એલિઝાબેથની સાથે બકિંઘમ પેલેસમાં આયોજીત કાર્યક્રમમાં પણ ભાગ લેવાના છે, જે એક એવો કાર્યક્રમ છે જેને પહેલાં માત્ર ત્રણ દેશો માટે આયોજીત કરાયો છે. સાંજે 5 વાગ્યે (સ્થાનિક સમય) પીએમ ભારતીય સમુદાયની સાથે એક વાતચીત સત્રમાં સામેલ થશે અને ત્યારબાદ કોમનવેલ્થ હેડ્સ માટે યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન થેરેસા મે દ્વારા આયોજીત રાત્રિભોજનમાં ભાગ લેશે.

print

Comments

comments

VOTING POLL