એક સમયની સુંદર કુમકુમ દર્શકોને લાગી બિહામણી, ટ્રોલ કરી ચાહકોએ

August 14, 2018 at 1:58 pm


લોકપ્રિય ટીવી શો કુસુમમાં લીડ રોલ કરનાર અને ક્યૂટ લુક ધરાવતી નૌશીન અલી સરદારના લેટેસ્ટ ફોટોગ્રાફ્સે ટીવી ફેન્સને ચોંકાવી દીધા. નૌશીન એના લેટેસ્ટ લુકમાં એકદમ અલગ અંદાજમાં દેખાઈ રહી છે. એના આ ટ્રાન્સફોર્મેશનને સર્જરીનો કમાલ પણ જણાવાઈ રહ્યો છે. એવું કહેવાય છે કે અભિનેત્રીએ યંગ દેખાવા માટે અનેક સર્જરી કરાવી છે. ફેન્સ કુસુમનો લુક પસંદ નથી પડયો અને સર્જરી કરાવવા માટે ટીકા પણ કરી રહ્યા છે. લુક અંગે ફેન્સની નિરાશાજનક કોમેન્ટ્સને કારણે નૌશીન પરેશાન થઈ ગઈ અને ઇન્સ્ટાગ્રામ પરથી અનેક લેટેસ્ટ ફોટો ડિલીટ કરી દીધા. જોકે નૌશીન કોઈ પણ પ્રકારની સર્જરી કરાવી હોવાનું એક ઇન્ટરવ્યૂમાં નકારી દીધું હતું.

print

Comments

comments

VOTING POLL